બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં નયનાએ (Nayna Bariya) દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમની તબિયત બગડતા તાત્કાલિક હરિઓમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ગઇકાલે જ જામીન પર આવી હતી બહાર નયના બારૈયા (Nayna Bariya)
ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ જામીન પર બહાર આવેલી નયના બારૈયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. દોઢ વર્ષ જૂના પ્રેમપ્રકરણ સંબંધિત મામલે ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ સાથે તેમના પ્રેમીની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પણ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

DySP રીમા ઝાલાનો ખુલાસો
આ મામલે DySP રીમા ઝાલાએ જણાવ્યું હતું કે નયના તેમને ટાર્ગેટ કરીને આ મામલાને હાઇપ આપવા અને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી લોકો તેમને સાચા માને.

રીમા ઝાલા પર ગંભીર આરોપો કર્યા
આત્મહત્યાના પ્રયાસ પહેલાં નયનાએ એક વીડિયો બનાવી DySP રીમા ઝાલા પર માનસિક ત્રાસ આપવાનો અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યાના ગંભીર આરોપો કર્યા હતા.
આ ઘટનાને લઈને નયનાના ભાઈએ પણ નિવેદન આપ્યું છે કે DySP રીમા ઝાલાના ત્રાસથી પરેશાન થઈ તેમની બહેને દવા પી લીધી હતી. તેમણે રીમા ઝાલા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માગ પણ કરી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
