Gandhinagar News: ગાંધીનગર જિલ્લાની પાલજ ગામ (Palaj Village, Gandhinagar)ની ‘સરકારી પ્રાથમિક શાળા’એ 900થી વધુ સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025’માં પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025’ (Award) પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી સરકારી શાળા બની છે.

શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’……
ગુજરાત (Gujarat)ની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ’….આ ધ્યેય મંત્રને આ ગામની સરકારી શાળા (Government School)એ આચાર્ય હિતેશ પટેલ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

આ રહી શાળાની સિદ્ધિઓ
900થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન
ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025’માં પ્રથમ ક્રમ
રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025’ પ્રાપ્ત કર્યો
પ્રાચીન સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’
પાલજ ગામની આ ‘સરકારી પ્રાથમિક શાળા’એ વૈશ્વિક કક્ષાએ 900થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’ (World Wide Book of Records)માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-2025’ (Curiosity Carnival-2025)માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-2025’ (Climate Change Award-2025) પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત પ્રથમ ક્રમાંક
કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત, આયોજિત IIT ગાંધીનગર ‘ક્યુરિયોસીટી કાર્નિવલ -2025’માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે, ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના 900 જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય, પીએમ શ્રી વિદ્યાલય,કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ ‘કલેક્શન કેટેગરી’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ ‘વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ’માં નોંધણી કરવામાં આવતા આ શાળાને ‘વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત થયું છે.
‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ‘ક્લાઈમેન્ટ ચેન્જ’ની પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ (Green Cover) ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ 2025-26નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.
પ્લાસ્ટિક (Plastic) અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ 2023-24” પણ પ્રાપ્ત થયો છે
આ પ્રોજેક્ટ અંતર્ગત, શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણ (Environment)ની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખન પેડ, કચરા પેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.આ ઉપરાંત વર્ષ 2024-25 દરમિયાન, વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં 245 કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ 2023-24” પણ પ્રાપ્ત થયો છે.
વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ
આ કલાઈમેટ ચેન્જ એવોર્ડ બદલ પાલજ પ્રાથમિક શાળાને રૂ. 1 લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઈનામી રકમમાંથી શાળાના તમામ 370 વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ કરીને ‘તેરા તુજકો અર્પણ’ની પંક્તિને સાચા અર્થમાં આ શાળાએ સાર્થક કરી છે.
આ ઉપરાંત શાળા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડ પરીક્ષા’ અને શાળામાં પડતી સમસ્યાઓને આધારે તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ગાંધીનગરમાં એક્શન રિસર્ચ અને સંશોધન પેપર પણ રજૂ કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગાંધીનગર ખાતે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો: ગાંધીનગરમાં CM ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન…
આ પણ વાંચો: ‘મિશન મંગલમ’ થકી મહિલાઓ બની ‘આત્મનિર્ભર ગુજરાત’નો આધાર…ગાંધીનગરની ‘મંગલમ કેન્ટીન’ ઝળહળતું ઉદાહરણ…
