Junagadh News/ જૂનાગઢમાં માસૂમ પર માતા દ્વારા અત્યાચારનો મામલો, પોલીસની તાત્કાલિક કાર્યવાહી

Junagadh Child Abuse Case: જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે મારપીટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. શરીર પર ઈજાના નિશાન મળતાં પોલીસની કાર્યવાહી, બાળકી સુરક્ષિત સ્થળે ખસેડાઈ.

Gujarat Top Stories Others
Junagadh Child Abuse Case: 6 વર્ષની બાળકી સાથે મારપીટનો આક્ષેપ

Junagadh News: જૂનાગઢમાં 6 વર્ષની બાળકી સાથે તેની જ માતા દ્વારા મારપીટ કરવામાં (Junagadh Child Abuse Case) આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકીના શરીર પર ઈજાના નિશાન જોવા મળતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. બાળકીના જણાવ્યા મુજબ તેની માતા તેને વેલણ અને વાયર વડે મારતી હોવાનો આક્ષેપ છે.

પાડોશીઓએ પોલીસને જાણ કરી

ઘટનાની જાણ પાડોશીઓને થતાં તેમણે બાળકીની માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માતા તરફથી ઉદ્ધતાઈભર્યો જવાબ મળ્યા બાદ પાડોશીઓએ સમગ્ર મામલે જૂનાગઢની C ડિવિઝન પોલીસને (Junagadh Police) જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસની ટીમ સાથે 108ની ટીમ તથા શિશુમંગલ સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સુરક્ષિત રીતે માતા-પિતાથી અલગ કરી શિશુમંગલ સંસ્થામાં રાખવામાં આવી છે.

Junagadh Child Abuse Case: બાળકીના શરીર પર ઈજાના નિશાન

પ્રાથમિક માહિતી મુજબ બાળકીના શરીર પર મારના નિશાન મળી આવ્યા હતા. બાળકી દ્વારા પણ તેની સાથે મારપીટ કરવામાં આવતી હોવાની વાત જણાવવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે બાળકી સહિત તેના માતા-પિતાના નિવેદનો નોંધ્યા છે.માતાએ પોતાના નિવેદનમાં કહ્યું બાળકી તેને હેરાન કરતી હોવાથી તેણે ગુસ્સામાં આવીને બાળકીને માર મારી…જોકે 6 વર્ષની બાળકી પર આ રીતે નિર્દયતા માર મારવામાં આવે તે ખુબ જ ગંભીર છે..જેનો પોલીસે નોંઘ લઈ ગુનો નોંધ્યો છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ ગુનો નોંધ્યો છે અને બાળકી સાથે થયેલી મારપીટ અંગે વધુ તપાસ શરૂ કરી છે. બાળકીની સુરક્ષા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટના સામે આવ્યા બાદ બાળકીની સલામતીને પ્રાથમિકતા આપી તેને શિશુમંગલ સંસ્થામાં (Child Protection) રાખવામાં આવી છે. પોલીસ તપાસમાં મારપીટ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: અમેરિકાની વર્ક પરમિટના નામે નડિયાદની મહિલા સાથે ₹4.77 લાખની ઠગાઈ, વડોદરાના કન્સલ્ટન્સી સંચાલક સામે ફરિયાદ

આ પણ વાંચો: જુનાગઢના માખીયાળામાં ST બસ રોકો આંદોલન: બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો અનોખો ચુકાદો: 1690 વૃક્ષો કાપવાના કેસમાં બે આરોપીઓને 1700 વૃક્ષો વાવવાની શરતે જામીન