New Delhi News : કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju)એ જંતર-મંતર (Jantar Manta)ખાતે થયેલા પ્રદર્શનને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહીનો બચાવ કર્યો છે. ANIને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા હોવા છતાં પોલીસે ગોળીબાર કર્યો નથી અને કોઈ પ્રદર્શનકારીને ગંભીર ઈજા થઈ હોવાની વાત પણ તેમણે નકારી છે.
રિજિજુએ દાવો કર્યો કે પ્રદર્શનકારીઓ જ્યારે સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા. તેમના મતે, આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી જરૂરી હતી.
‘Kiren Rijiju’નું Gen-Z અંગે મોટું નિવેદન
રિજિજુએ યુવાનો સાથે સરકારના જોડાણ અંગે પણ વાત કરી હતી. તેમણે Gen-Zને દેશના પોતાના બાળકો ગણાવ્યા અને કહ્યું કે તેમની સાથે સતત વાતચીત કરવી જરૂરી છે.
તેમના જણાવ્યા અનુસાર, યુવાનોની ચિંતાઓ અને પ્રશ્નોને સાંભળવા જોઈએ. સરકાર તરફથી તેમની સાથે સંવાદમાં કોઈ કમી ન રહેવી જોઈએ. રિજિજુએ ભાર મૂક્યો કે યુવાનોને પોતાની વાત સમજાવવાની સાથે તેમની વાત સાંભળવી પણ એટલી જ જરૂરી છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર રિજિજુના પ્રહાર

રિજિજુએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે પદની ગરિમા જાળવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને તેમના સાથી સાંસદોએ સંસદમાં ચર્ચા અને મુદ્દાસર ચર્ચા પર ધ્યાન આપવું જોઈએ.
સંસદમાં હોબાળા અંગે તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સાંસદોનું મુખ્ય કામ ચર્ચા કરવાનું છે. જો માત્ર સૂત્રોચ્ચાર અને હોબાળો કરવાનો હોય તો સંસદમાં આવવાની જરૂર શું છે, તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો.
રિજિજુએ કોંગ્રેસ પર સંસદમાં ચર્ચાથી દૂર રહેવાનો આરોપ લગાવ્યો. તેમણે અમિત શાહના નિવેદન અંગે વિપક્ષની માંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર હતી.
અભિજીત દીપકે અને ‘દિમાગી નક્સલ’ મુદ્દે પણ બોલ્યા

જંતર-મંતર (Jantar Manta)પ્રદર્શન અંગે રિજિજુએ CJP ફાઉન્ડર અભિજીત દીપકે પર પણ આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે દીપકે રાજકીય રીતે AAP સાથે જોડાયેલા છે અને વિદ્યાર્થી બનીને આંદોલનમાં સામેલ થયા હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો.
રિજિજુએ કહ્યું કે વિદ્યાર્થીઓના પ્રશ્નો વાસ્તવિક હોય તો તેમની સાથે વાતચીત કરી શકાય છે, પરંતુ રાજકીય પક્ષોએ વિદ્યાર્થીઓની પાછળ રહીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ ન કરવો જોઈએ.
‘દિમાગી નક્સલ’ અંગે તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા. રિજિજુએ કહ્યું કે આવા શબ્દનો ઉપયોગ એવા લોકો માટે કરવામાં આવ્યો છે જેઓ દેશને વિભાજિત કરવાની અથવા રાષ્ટ્રવિરોધી વિચારધારાને આગળ વધારવાની વાત કરે છે.
રિજિજુના ઇન્ટરવ્યુની અન્ય મહત્વની વાતો
Kiren Rijijuએ મનમોહન સિંહના 2006ના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલા કટાક્ષથી અંતે રાહુલ ગાંધી જ હાસ્યના પાત્ર બન્યા.
Rahul Gandhi અંગે તેમણે કહ્યું કે વિપક્ષના નેતા તરીકે સંસદીય પદની ગરિમા જાળવવી જોઈએ.
સંસદનું સત્ર ન ચાલવાથી સૌથી વધુ નુકસાન વિપક્ષી સાંસદોને થતું હોવાનો દાવો તેમણે કર્યો.
રામ મંદિરના દાનના મુદ્દે સરકાર ચર્ચા માટે તૈયાર હોવાનો દાવો કર્યો.
FCRA બિલને JPCમાં મોકલવાના નિર્ણયનું તેમણે સ્વાગત કર્યું અને કહ્યું કે તેનાથી હકીકત સ્પષ્ટ થશે.
ડિલિમિટેશન બિલ અંગે તેમણે કહ્યું કે બિલ ક્યારે લાવવું તેનો નિર્ણય પાર્ટીનું નેતૃત્વ કરશે.
BJPની નવી ટીમમાં અનુભવી નેતાઓ અને નવા યુવા ચહેરાઓ વચ્ચે સંતુલન હોવાનું તેમણે જણાવ્યું.
જંતર-મંતર (Jantar Manta)પ્રદર્શન અંગે સરકારનો બચાવ કરતા રિજિજુએ પોલીસની કાર્યવાહી યોગ્ય ગણાવી છે, જ્યારે Delhi Police દ્વારા ગોળીબાર થયો હોવાના દાવાને તેમણે નકારી કાઢ્યો છે. સાથે જ Gen-Z સાથે સંવાદ વધારવા અને યુવાનોની વાત સાંભળવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.
