New Delhi News: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન બાદ દેશભરમાં રાજકીય ચર્ચા તેજ બની છે. Student Protestને સમર્થન આપનાર જાણીતા સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ્ સોનમ વાંગચૂકે (Sonam Wangchuk)પ્રથમ વખત સમગ્ર મુદ્દે ખુલ્લી પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા વપરાયેલી અભદ્ર ભાષાની નિંદા કરી હતી, પરંતુ સાથે જ સરકારને પ્રશ્ન કર્યો હતો કે દેશના વિદ્યાર્થીઓ આટલા હતાશ કેમ છે? તેમણે શિક્ષણ અને પર્યાવરણ સંબંધિત દરેક મુદ્દે પોતાનું સમર્થન યથાવત રહેવાનું પણ જણાવ્યું હતું.
જંતર-મંતર આંદોલન પર Sonam Wangchuk નું નિવેદન
દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન સોનમ વાંગચૂકે આંદોલનને સમર્થન આપ્યું હતું. આંદોલનમાં દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. આંદોલન દરમિયાન સોનમ વાંગચૂકે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓની ચિંતાઓને ગંભીરતાથી સાંભળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષણ (Education0ને લગતા મુદ્દાઓ પર યુવાનોનો અવાજ દબાવવાને બદલે તેમની વાત સાંભળવી જરૂરી છે. તેમના મતે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ દરેક નાગરિકનો અધિકાર છે અને સરકારોએ આવા મુદ્દાઓ પર સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ.
વિદ્યાર્થીઓના અપશબ્દો અંગે શું કહ્યું?
જંતર-મંતર ખાતેના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન અને તેમના પરિવાર વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ પર સોનમ વાંગચૂકે સ્પષ્ટ શબ્દોમાં અસહમતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં આવી ભાષાનું સમર્થન કરી શકાય નહીં અને વિદ્યાર્થીઓએ સંયમ જાળવવો જોઈએ. જોકે તેમણે સાથે જ સરકારને આત્મચિંતન કરવાની સલાહ આપતાં કહ્યું કે દેશના યુવાનોમાં આટલો ગુસ્સો અને નિરાશા કેમ છે, તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
વાંગચૂકે ઉમેર્યું કે જો તેઓ સરકારમાં હોત તો વિદ્યાર્થીઓની લાગણીઓ અને અસંતોષના મૂળ કારણોને સમજવાનો પ્રયાસ કરતા. તેમના મતે લોકશાહીમાં વિરોધનો અધિકાર છે, પરંતુ વિરોધની ભાષા અને રીત પણ એટલી જ જવાબદાર હોવી જોઈએ.
રાજકીય પક્ષો અને સેલિબ્રિટીઓએ પણ આપ્યું સમર્થન
આંદોલનને અનેક રાજકીય પક્ષો અને જાણીતી હસ્તીઓનું સમર્થન મળ્યું હતું. કોંગ્રેસ, આઝાદ સમાજ પાર્ટી સહિત વિવિધ રાજકીય સંગઠનોએ વિદ્યાર્થીઓની માંગને યોગ્ય ગણાવી હતી. બોલીવુડમાંથી અભિનેતા પ્રકાશ રાજ (Prakash Raj), રિતેશ દેશમુખ (Riteish Deshmukh), અભિનેતા ઇમરાન ખાન (Imran Khan), અભય દેઓલ (Abhay Deol), નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) અને ઓમી વૈદ્ય (Omi Vaidya) સહિત અનેક કલાકારોએ પણ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. આ કારણે સમગ્ર મુદ્દો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો હતો.
ઝારખંડના વિદ્યાર્થી આંદોલન પર પણ વ્યક્ત કર્યો અભિપ્રાય
સોનમ વાંગચૂકે ઝારખંડમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ દરેક વિદ્યાર્થી આંદોલનમાં વ્યક્તિગત રીતે જોડાશે નહીં, પરંતુ તેઓ ઈચ્છે છે કે દરેક રાજ્યમાં યુવાનો પોતે જ પોતાના અધિકારો માટે આગળ આવે. તેમણે કહ્યું કે શિક્ષણ (Education) અને પર્યાવરણ (Environment) સંબંધિત દરેક મુદ્દે તેઓ હંમેશા સમર્થન આપશે. જો કોઈ આ મુદ્દાઓ માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવશે તો તેઓ તેમની સાથે રહેશે. તેમના મતે દેશના વિકાસ માટે શિક્ષણ અને પર્યાવરણ બંનેને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણાં
આ પણ વાંચો: ભારતના સોનમ વાંગચૂક અને ભારત વટવાનીને મળ્યો રેમન મેગ્સેસે એવોર્ડ
આ પણ વાંચો: જંતર-મંતર પર CJPના સમર્થકોને પોલીસે હટાવ્યા, સંસદ નજીક હંગામા બાદ સુરક્ષા કડક
