Gir Somnath News: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના (Una) તાલુકાના કોબ ગામમાં પોલીસે (Police) મોટી કાર્યવાહી હાથ ધરીને જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. નવાબંદર મરીન પોલીસે ગુપ્ત માહિતીના આધારે કોબ ગામના કાંઠા વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિને ઉજાગર કરી અને 10 શકુનિઓને ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂ. 1.18 લાખના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

માહિતી અનુસાર, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ આ શકુનિઓ જુગારની રમતમાં લીન હતા. નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં આ બનાવ સંદર્ભે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાગે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું
આ પણ વાંચો:જુનાગઢ અને ગીર સોમનાથમાં ફરી ધરા ધ્રુજી,તાલાલા નજીક નોંધાયુ કેન્દ્ર બિંદુ
