Gandhinagar News: બાંગ્લાદેશમાં ચાલી રહેલ કટોકટી પરિસ્થિતિનાં કારણે ભારતનાં માર્કેટ પર મોટી અસર થઈ રહી છે. ભારત બાંગ્લાદેશ સાથે વર્ષોથી ટેક્સટાઇલ તેમજ સ્પાઇસ મસાલાની આયાત નિકાસ કરે છે. ભારત સાથે બાંગ્લાદેશ 16 અબજ ડોલરનો વેપાર છે ભારત મોટા ભાગની ચીજ વસ્તુઓ ઇનપોર્ટ કરતા એક્સપર્ટ વધારે કરે છે ..હાલ જે બાંગ્લાદેશના પરિસ્થિતિ ચાલી રહી છે તેના પગલે ટેકસટાઈલ ઉદ્યોગ , કોટન માર્કેટ તેમજ
ઓલ સ્પાઈસ (મસાલા)પર વધુ અસર થઈ રહી છે તેમાં પણ મરચાં ખાસ. ભારતની મોટા ભાગની કંપની બાંગ્લાદેશમાં વેપાર કરે છે તે કંપનીઓને મોટી અસર થશે. હમણા તો ત્યાં જે મેન્યુફેક્સચરિંગ એકમ બંધ થઈ જશે. હાલની પરિસ્થિતિમાં વેપાર ખાલી અટક્યો છે. હવે નવી સરકાર બનશે પછી જ ખબર પડશે કે આગળ શું થશે.
અમેરિકાની મોટી મોટી બ્રાન્ડ બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરે છે.. હાલ ભારતને ફાયદો અને નુકસાન બંને થશે. ફાયદો એ થશે કે બીજા દેશ સાથે વેપાર કરવાનો મોકો મળશે. નુકસાનમાં હાલ વેપાર બંધ થવાના કારણે થઈને દરરોજનું રૂ. 500થી રૂ.1,000 કરોડ નું નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાંથી વુવન ફેબ્રિક, મરચાં, જીરું સૌથી વધુ નિકાસ થાય છે તે હાલ અટકી છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
