vadodra News: વડોદરા શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળા વધ્યો હોવાના કિસ્સા સામે આવ્યા. હોસ્પિટલમાં જોવા મળતી લાંબી લાઈનોમાં એક જ દિવસમાં વધી મેલરિયાના દર્દીમાં વધારો થયો છે. ડેંગ્યુના શકાસ્પદ 29 દર્દીમાંથી 3 દર્દી પોઝેટીવ ગોકુલનગર, દિવાળીપુરા અને મુજમહુડામાં ડેન્ગયુના કેસ નોંધાયા છે. તેમજ આજવા રોડની 50 વર્ષીય મહિલા કોલેરા પોઝેટીવ આવી છે. પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. વિવિધ વિસ્તારોમાંથી પાણીના અને ખાવાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.તેમજ વિભાગ દ્ધારા 16,888 મકાનોમાં ફોગીંગ કરાયુ છે. વિભાગ દ્વારા પાણીના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા જેમાંથી કન્સ્ટ્કશન સાઈડ પર મચ્છરના પોરા મળતા નોટિસ ફટકારવામાં આવી છે.
હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર
ચોમાસાના આરંભ પહેલા જ શહેરમાં તાવ, શરદી અને ઉધરસ જેવી સામાન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી છે. હીટવેવ બાદ વરસાદનું આગમન થતા ઘણા લોકોને બદલાતા વાતાવરણની અસર થઈ છે. અત્યારે શહેરમાં કયાંક વરસાદ અને બાદમાં બફારાની સ્થિતિ થતા ઘણા લોકોને અસર થઈ રહી છે. હજુ ચોમાસુ જામ્યુ નથી ત્યાં તો પાણીજન્ય રોગચાળો વર્કયો. આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવતા છતાં લોકો વધુ બીમાર પડી રહ્યા છે. વરસાદના આગમન સાથે પાણીજન્ય રોગચાળો વધતા લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. પાણીજન્ય રોગચાળો વધવા સાથે શહેરમાં હાલ સ્વાઈન ફ્લૂનો એક કેસ નોંધાતા વિભાગ દોડતું થયું છે. આ સમયમાં લોકોએ પણ ગરમ પાણી અને સ્વચ્છ પાણી પીવું અને બહારનું ખાવાનું ટાળવું.
આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ
આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ