Paris Olympics 2024/ વિનેશ ફોગટને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરાઈ, ફાઈનલમાં અયોગ્ય ઘોષિત થયા બાદ તબિયત બગડી

વિનેશ ફોગટને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઓલિમ્પિકમાં રેસલિંગની 50 કિગ્રાની ફાઈનલ મેચમાં આજે વિનેશ ફોગટને અયોગ્ય જાહેર કરવામાં આવી.

Top Stories Breaking News Sports

Paris Olympics 2024: વિનેશ ફોગટને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ઓલિમ્પિકમાં રેસલિંગની 50 કિગ્રાની ફાઈનલ મેચમાં આજે વિનેશ ફોગટને અયોગ્ય જાહેર કરવામાં આવી. ફાઈનલ મેચ પહેલા તમામ રેસલરનું વજન કરાયું જેમાં વિનેશ ફોગટનું મર્યાદા કરતાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી. તે ફાઈનલમાં ભાગ લઈ શકશે નહી તેમજ તેને કોઈપણ મેડલ નહી મળે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આજે ખરાબ શરૂઆત કહી શકાય. વિનેશ ફોગટે ફક્ત 100 ગ્રામ વધુ વજન હોવાના કારણે ગોલ્ડની તક ગુમાવી.

પીએમ મોદીએ કરી વાત

આ મામલે પીએમ મોદીએ IOAના અધ્યક્ષ પી.ટી.ઉષા સાથે પણ વાત કરી. પીએમ મોદીએ આ બાબતે દુઃખ જતાવતા વિનેશ વધુ બહાદુર બની પાછા આવવાનો ઉત્સાહ આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરતા તેમની પાસેથી આ મુદ્દા પર અને વિનેશના આંચકાને પગલે ભારત પાસે કયા વિકલ્પો છે તે અંગે પ્રથમ માહિતી માંગી. તેણે તેણીને વિનેશના કેસમાં મદદ કરવા માટે વિકલ્પોની સંપૂર્ણ શ્રેણી શોધવાનું કહ્યું. તેણે પીટી ઉષાને પણ વિનંતી કરી કે જો તે વિનેશને મદદ કરે તો તેની ગેરલાયકાત અંગે સખત વિરોધ નોંધાવે.

ષડયંત્રનો શિકાર બની વિનેશ

ઓલિમ્પિકમાં રેસલિંગની ફાઈનલમાંથી વિનેશ ફોગટ બહાર થવાને લઈને તેમના પરિવારે આને એક ષડયંત્ર ગણાવ્યું. અનેક લોકોએ પેરિસ ઓલિમ્પિકની આ બાબતનો વિરોધ કર્યો. તો સપા નેતા અખિલેશ યાદવે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. અખિલેશ યાદવે કહ્યું કે વિનેશના ફાઈનલમાં ના રમાવાની બાબતની તપાસ થવી જોઈએ. જયારે આપ નેતા સંજયસિંહે પણ વિનેશ ફોગટ વિરુદ્ધ કાવતરું રચાયું હોવાની સંભાવના વ્યક્ત કરી. કોંગ્રેસ નેતા સંદીપ સૂરજેવાલાએ પણ વિનેશ ફોગટ નફરતભર્યા ષડયંત્રનો શિકાર થઈ હોવાનું જણાવ્યું. વિનેશને ઓલિમ્પિકની ફાઈનલ ના રમી શકતા કરોડો ભારતીયો નિરાશ થયા છે. વિનેશના ફેન્સ પણ આ મામલે તપાસની માંગ કરી રહ્યા છે.

વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા વધુ વજન હોવાના કારણે મહિલા કુસ્તી 50 કિગ્રામાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તે ફાઈનલમાં ભાગ લઈ શકશે નહીં કે તેને કોઈ મેડલ પણ મળશે નહીં. આ વખતે આ વેઇટ કેટેગરીમાં UAS કુસ્તીબાજ દ્વારા જ ગોલ્ડ મેડલ જીતવામાં આવશે અને બ્રોન્ઝ મેડલ મેચ યોજાશે. ખુદ ભારતીય ઓલિમ્પિક સંઘે આ વાતની પુષ્ટિ કરી છે. IOAએ કહ્યું છે કે આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધારે હતું.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કહ્યું, “તે ખેદજનક છે કે ભારતીય ટુકડીએ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કર્યાના સમાચાર શેર કર્યા. ટીમ દ્વારા રાતોરાત શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં, આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હતું. આ સમયે ટીમ દ્વારા વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવા વિનંતી કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ

આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ

આ પણ વાંચો:7 મહિનાની પ્રેગ્નેન્ટ એથ્લેટનું અદ્ભુત પ્રદર્શન, ઓલિમ્પિકમાં બતાવ્યું તેની તાકાત; નાદા હાફેઝની વાર્તા તમને ભાવુક કરી દેશે