Not Set/ #વરસાદ : મધ્ય અને દક્ષિણ ગુજરાત પર મેઘો ઓળઘોળ, સવર્ત્ર વરસાદ

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ, દાહોદ, છોડાઉદેપુર અને તાપીના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોએ ઠંડક અનુભવી હતી. તેમજ ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે નાગરી […]

Top Stories Gujarat Others

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં વરસાદ વરસ્યો હતો. ભરૂચ, દાહોદ, છોડાઉદેપુર અને તાપીના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોએ ઠંડક અનુભવી હતી. તેમજ ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે.

ભરૂચમાં ભારે વરસાદ વચ્ચે નાગરી ડેમ પાસે ડીપીમાં વિજળીના તણખા થયા બાદ ધડાકો થતા નાસભાગ મચી ગઈ હતી. ડીપીમાં બ્લાસ્ટને પગલે શેરપુરાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

જુઓ દાહોલનો વરસાદી નજારો આ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

જુઓ તાપીનાં વ્યારાનો વરસાદી નજારો આ અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં વરસાદનું આગમન થયું. લાંબા સમયથી આ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વાવણી બાદ સારો વરસાદ ન થતાં પાક નિષ્ફળ જવાની ચિંતા હતી. તેવા સમયે જ વરસાદ પડતા પાકને જીવતદાન મળ્યું..

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.