Gir Somnath News : ગીર સોમનાથ તા, ૨૨: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ગોરખમઢી- રામપરા- ભેટાળી રોડ બનાવવાનું કામ ચાલુ છે. જે અંતર્ગત રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરી ત્રણ વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દિગીજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત કોડિનાર તરફ જવા માટે રામપરાથી આણંદપરા-ટોબરા-ખાંભા-ઘંટીયા રૂટ તેમજ વેરાવળ તરફ જવા માટે રામપરા થી ભેટાળી- ઈન્દ્રોય- નાવડા- સોનારીયા રૂટ અને ગોરખમઢી તરફ જવા માટે રામપરા થી આણંદપર- ટોબરા- લાખાપરા- ગોરખમઢી આઈટીઆઈ આમ ત્રણ વૈકલ્પીક રૂટ જાહેર કરવામાં આવ્યાં છે.
આ જાહેરનામું તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે અને જાહેરનામું ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
