Ahmedabad News/ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આજે વહેલી સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે…….

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે છુટાછવાયા વરસાદે લોકોને ભીંજવ્યા હતા. આજે વહેલી સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 થી 4 દિવસમાં આભ ફાટી પડ્યું હતું. પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જીલ્લઓમાં તારાજી સર્જી હતી. જનજીવન થંભી ગયું હતું. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વલસારી, ભરૂચ, સુરતમાં મેઘો ખાબક્યો હતો.

ત્યારે અમદાવાદ શહેરમાં આજે નારણપુરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, કાલુપુર, ખાડિયા, દરિયાપુર, નરોડા, મેમ્કો, એરપોર્ટ, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સામાન્ય વરસાદમાં લોકો બહાર ફરવા નીકળી પડ્યા છે. રવિવારે રજાનો દિવસ હોઈ શહેરીજનો બહાર ફરવાનું આયોજન કરતા પણ જોવા મળ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ભારે વરસાદની શક્યતા રહેલી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા