Porbandar News : પોરબંદરમાં અતિ ભારે વરસાદને પગલે હાહાકાર મચી ગયો છે. અહીનું જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડે છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં અનેક લોકો ફસાયેલા છે.દરમિયાન વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અહીંનાં આઠ ગામોમાં અનેક લોકો ભારે પાણીને પગલે ફસાઈ ગયા હતા અને તેમના જીવને જોખમ ઉભુ થયું હતું.
આઠ ગામોના પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 જેટલા લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા અહીંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા. અહીંના મકાનોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની વિવિધ ટીમોએ રેસ્ક્યુ બોટની મદદથી આ તમામ લોકોના જીવ બચાવ્યા હતા.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર… 58 કેસ નોંધાયા, મૃત્યુઆંકમાં વધારો
આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, NDRF તૈનાત, 41 રસ્તાઓ બંધ થયા