Not Set/ IPL 2018 : RCBને ૪ વિકેટે હરાવી કોલકત્તાએ કર્યો વિજયી પ્રારંભ, નરેને ફટકારી આક્રમક અડધી સદી

કોલકત્તા, કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. KKRના નવનિયુક્ત કેપ્ટન દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળ કોલકત્તાની ટીમે  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૧૭૭ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં વટાવી ૪ વિકેટે જીત મેળવી હતી. The @KKRiders start the VIVO […]

Top Stories

કોલકત્તા,

કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. KKRના નવનિયુક્ત કેપ્ટન દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળ કોલકત્તાની ટીમે  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા આપવામાં આવેલા ૧૭૭ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં વટાવી ૪ વિકેટે જીત મેળવી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન અને સ્પિનર સુનીલ નરેન રહ્યો હતો. નરેને માત્ર ૧૯ બોલમાં ૫૦ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૭૬ રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી ઓપનર બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે ૨૭ બોલમાં આક્રમક ૪૩ રન અને એ બી ડીવિલિયર્શે પણ ૪૪ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. ડીવિલિયર્શે ૪૪ રનની ઇનિંગ્સમાં ૫ સિક્સર ફટકારી હતી જયારે મેચની અંતિમ ઓવરમાં મનદીપ સિંહે માત્ર ૧૮ બોલમાં ૩૭ રન બનાવી ટીમનો સ્કોર ૧૭૦ને પાર પહોચાડ્યો હતો. KKR તરફથી ઝડપી બોલર વિનય કુમાર અને સ્પિનર નીતિશ રાનાએ અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

RCB દ્વારા આપવામાં આવેલા ૧૭૭ ટાર્ગેટનો પીછો કરતા કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ તરફથી ઓપનર બેટ્સમેન સુનીલ નરેને આક્રમક શરૂઆત કરતા ૫ સિક્સર અને ૪ ચોક્કાની મદદથી ૫૦ રન ફટકાર્યા હતા. જયારે ક્રિશ લિન માત્ર ૫ રન બનાવી ઝડપી બોલર ક્રિશ વોક્સનો પ્રથમ શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ મિડલ ઓર્ડર બેટ્સમેન નીતિશ રાનાએ ૩૪ અને કેપ્ટન દિનેશ કાર્તિકે ૨૯ બોલમાં ૩૫ ફટકારી ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો અને ટીમને ૪ વિકેટે શાનદાર જીત અપાવી હતી. જયારે RCB તરફથી ઝડપી બોલર ક્રિશ વોક્સે સૌથી વધુ ૩ અને ઉમેશ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.