મોહાલી,
મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનના બીજા મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર આર.અશ્વિનના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર રમી રહેલી પંજાબની ટીમે દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૭ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં વટાવી ૬ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી.
That's it from Mohali as the @lionsdenkxip win their first home game by six wickets.#KXIPvDD pic.twitter.com/mpae7tzam4
— IndianPremierLeague (@IPL) April 8, 2018
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ રહ્યો હતો. રાહુલે IPLના ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારતા માત્ર ૧૬ બોલમાં ૫૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.
WATCH: Perfect time to rewind and look at what the fastest half century maker had to say before the start of the VIVO #IPL – interview by @28anand https://t.co/ELgC8wRQSq pic.twitter.com/Op6YFAREyx
— IndianPremierLeague (@IPL) April 8, 2018
રાહુલે માત્ર ૧૪ બોલમાં અડધી સદી ફટકારી યુસુફ પઠાણ અને સુનીલ નરેનના ૧૫ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડને તોડતા IPLની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
.@lionsdenkxip batsman @klrahul11 now sits atop on the fastest fifties chart in the VIVO #IPL pic.twitter.com/Bh6yF9R4JF
— IndianPremierLeague (@IPL) April 8, 2018
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૬૬ રન બનાવ્યા હતા. દિલ્લી તરફથી કેપ્ટન ગૌતમ ગંભીરે અડધી સદી ફટકારતા ૫૫ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથે ૨૮ અને ક્રિશ મોરિશે ૧૬ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. જયારે ચેન્નાઈ તરફથી ઝડપી બોલર મોહિત શર્મા અને મુજીબે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.
દિલ્લી દ્વારા આપવામાં આવેલા ૧૬૭ ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર મયંક અગ્રવાલ માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા સ્ટાર પ્લેયર યુવરાજ સિંહ પણ ૨૨ બોલમાં માત્ર ૧૨ બનાવી આઉટ થયો હતો.
જો કે ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન કે એલ રાહુલે દિલ્લીના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરી હરી અને માત્ર ૧૬ બોલમાં ૫૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. રાહુલ બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરે શાનદાર અડધી સદી ફટકારતા ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. કરુણ નાયરના આઉટ થયા બાદ સ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે ૨૪ અને ઓલરાઉન્ડર સ્ટોનિશે ૨૨ રન બનાવી ટીમને ૬ વિકેટે વિજય અપાવ્યો હતો.
