નવી દિલ્હીઃ
મધ્યપ્રદેશમાં એક બેન્ક દ્વારા ખેડૂતને મહાત્મા ગાંધીની તસ્વીર વગરની 2000 રૂપિયાની નોટ આપવાનો મામલો સામે આવ્યો છે. આ નોટ ખેડૂતોને એસબીઆઇની બ્રાંચ તરફથી આપવામાં આવી છે. આ મામલો મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના બડોદાનો છે. જ્યારે ખેડૂતોને આ નોટ મળી ત્યારે તેને ખોટી સમજીને લીધી હતી. જો કે, બેન્ક કર્મચારીએ જણાવ્યુ હતું કે, નોટ અસલી છે, પરંતુ તેનું પ્રિંટિંગ બરાબર નથી થયું.
જિલ્લાના બિચ્છુખેડી ગામમાં લક્ષ્મણ મીણા અને કાડૂખેડી રાખનાર ગુરમીત સિંહ બેન્કમાંથી આઠ આઠ હજાર કાઢવા માટે પહોંચ્યા હતા. બંને ખેડૂતોને બેન્ક તરફથી બે બે હજાર રૂપિયાના ચાર ચાર નોટ આપી દેવામાં આવી હતી. ખેડૂતોએ 2000 ની નોટ જોઇ નહોંતી. એટલા માટે તેમણે તે નોટ સ્વીકારી લીધી હતી. જ્યારે તે નોટ લઇને બહાર આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. બેન્ક બહાર હાજર લોકોએ ગાંધીજીની તસ્વીર વગરની નોટનો ફોટો લઇને વાઇરલ થઇ હતી. બેન્ક અધિકારીને આ મામલે ફરિયાદ કરી હતી.
શરૂઆતમાં બેન્ક અધિકારીઓએ આ મામલાને નજર અંદાજ કરવાનો પ્રયત્ન કર્યો પણ બાદમાં નોટ પરત લઇ લીધી હતી.
