ડોક્ટરની હડતાલ/ વલસાડમાં 80 ડૉકટરો અને 200 નર્સ હડતાલ પર ઉતર્યા

ડોકટર અને નર્સની હડતાલ

Gujarat

રાજયમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે શહેરમાં  આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 200 સ્ટાફ નર્સ અને 80થી વધુ ફેકલ્ટી ડૉક્ટરો પડતર માગને કારણે આજે બુધવારે બપોરે 12 વાગ્યાથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આજે તમામ નર્સ અને તબીબ પોતાના કામથી અળગા રહીને હોસ્પિટલ પરિસરમાં એકત્ર થઈને હાથમાં બેનરો પકડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

જીએમઇઆરએસ હોસ્પિટલ વલસાડના કર્મચારીઓએ તેમના પગારમાં વધારો કરવા, તેમજ તેમના સ્પેશિયલ ભથ્થામાં વધારો કરવામાં આવે તેવી માગ કરી છે. સાથે સાથે સાતમા પગાર પંચ પણ લાગુ કરવામાં આવે તેવી માગ તેમના દ્વારા કરવામાં આવી છે. જેના લીધે હડતાલ પર તેઓ ઉતર્યા છે.  આ બાબતે સરકારમાં અગાઉ પણ અનેક વાટાઘાટો ચલાવવામાં આવી હતી, પરંતુ તે નિષ્ફળ જતા આખરે  જીએમઇઆરએસ એસોસિએશન અંતર્ગત કામ કરતા હોસ્પિટલમાં 200 નર્સ અને 80થી વધુ ફેકલ્ટી ડૉક્ટરો આજે બુધવારે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.

વલસાડ સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડૉક્ટર ભાવેશભાઈએ જણાવ્યું કે, નર્સ અને ડૉક્ટરોની હડતાળની કોઈ પણ અસર પહોંચી નથી અ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 46 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે ઓક્સિજન બેડ ઉપર 296 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આમ કુલ 253 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તેમને હડતાળ થવાને કારણે કોઈ પણ સારવારમાં અસર પડી નથી. હાલમાં તેમની પાસે 220થી વધુ નર્સ કામ કરી રહી છે.  પરંતુ તેમની હડતાળ કરવા છતાં પણ કોવિ઼ડ-19 સારવાર લઈ રહેલા કોઈપણ દર્દીઓને તેની અસર પહોંચી નથી. જોકે આ હડતાળ આગામી અચોક્કસ મુદતની હોવાનું પણ જાણવા મળી રહ્યું  છે.ઉ્લ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ડોક્ટરો અને નર્સો હડતાલ પર ઉતર્યા છે તેનું સત્વરે નિરાકરણ કરવા તંત્રએ યોગ્ય પગલાં ભરવા જોઇએ.