Surat News:સુરતના કાપડ બજારમાં ફરી એક વાર આગની ઘટના બની છે.પુણે વિસ્તારમાં નિધિ કાપડ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાનમાં આગ (Kapad Market Fire) લાગતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દુકાનમાં મોટા પ્રમાણમાં સામાન સંગ્રહિત હોવાથી આગ ઝડપથી વધી ગઈ હતી. પાંચ ફાયર સ્ટેશનમાંથી 20 થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઘટના બાદ ચીફ ફાયર ઓફિસર સહિત અનેક અધિકારીઓ કાપડ બજારમાં પહોંચ્યા છે.રવિવાર હોવાથી, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

કાપડ બજારમાં આગ (Kapad Market Fire)માં લપેટાઈ ઇમારત
ડિવિઝનલ ફાયર ઓફિસર અનુસાર નિધિ ટેક્સટાઇલ માર્કેટ (Kapad Market Fire)ના ભોંયરામાં વાયરિંગ પેનલમાં આગ લાગી હતી. આગ ઇલેક્ટ્રિક મીટર સુધી ફેલાઈ ગઈ હતી અને મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો, જેનાથી એવું લાગતું હતું કે આખી ઇમારત આગમાં લપેટાઈ ગઈ છે. તપાસ દરમિયાન, આગનો સ્ત્રોત ભોંયરામાં શોધી કાઢવામાં આવ્યો હતો અને 20 થી 25 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા.
‘બે કલાકમાં આગ કાબુમાં આવી છે, માહિતી અનુસાર ફાયર વિભાગને અજ્ઞા કોલ આવ્યો હતો,આગને કાબુમાં લેવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો હતો. આગ (Kapad Market Fire)નું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી નક્કી થયું નથી. પ્રારંભિક અંદાજ મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. ઇમારતમાં તમામ જરૂરી ફાયર સેફ્ટી સાધનો છે, જે કાર્યરત છે.

આપને જણાવી દઈએ આ પહેલા 18 સપ્ટેમ્બરના રોજ સવારે મિડાસ સ્ક્વેર પાછળ નવનિર્મિત નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ (Kapad Market Fire) લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ માર્કેટને નોંધપાત્ર નુકસાન થયું હતું. આગ ઇલેક્ટ્રિકલ વાયરિંગ દ્વારા ત્રીજા માળે ઝડપથી ફેલાઈ ગઈ, જેના કારણે ત્રણ ફાયર સ્ટેશનના આઠ ફાયર એન્જિનોને દોઢ કલાક સુધી પાણીનો છંટકાવ કરવો પડ્યો અને તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો.
