Surat News : સુરતમાં આગ (Fire) ની ઘટનાને લઈને ચકચાર મચી છે. સુરતમાં એર પ્લાસ્ટિકના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ (Fire)ની આ દુર્ઘટનામાં બે જણાના મોત નીપજ્યા છે. જ્યારે પંચ જણા દાઝ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાસ્થળે ફાયર કર્મચારીઓ પાણીના ટેન્કર અને ફાયર એન્જિન સાથે ધસી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી આદરી હતી. જોકે આગનું કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી.
