Kheda News/ ખેડાના ગળતેશ્વરની વસો પ્રાથમિક શાળામાં ચકચાર મચાવતી ઘટના! શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો

ખેડામાં શિક્ષક દ્વારા નિંદનીય કરતૂત કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ખે

Top Stories Gujarat Others Breaking News

Kheda News: ખેડાના (Kheda) ગળતેશ્વર (Galteshwar) તાલુકાની વસો પ્રાથમિક શાળામાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે. શિક્ષકે ધોરણ 7ના વિદ્યાર્થીઓને ઢોર માર મારતા શિક્ષક વિરૂદ્ધ અરજી કરવામાં આવી છે. આ મામલે વાલીઓએ પોલીસને સખ્ત કાર્યવાહી કરવા માગ કરી છે.

ખેડામાં શિક્ષક દ્વારા નિંદનીય કરતૂત કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ખેડાના ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળામાં શિક્ષકે જ વિદ્યાર્થીઓને સોટી વડે મારતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પરિણામે મોટી સંખ્યામાં વાલીઓ શિક્ષક વિરૂદ્ધ અરજી લઈને સેવાલિયા પોલીસ સ્ટેશન ગયા હતા. ધો. 7 ના વિદ્યાર્થીઓને શિક્ષકે સોટી વડે ધોઈ નાખતાં વિદ્યાર્થીઓના બરડામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વિદ્યાર્થીઓએ ઘરે આવીને માતાપિતાને જાણ કરતા શિક્ષકની કરતૂત સામે આવી હતી.  શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મરાયો હતો. જ્ઞાન સહાયક તરીકે ફરજાધીન દિલીપ પરમારની નિંદનીય કરતૂતથી વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ અરજી આપી છે. શિક્ષક દ્વારા શાળાના 6 વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેશનલ ઈંગ્લિશ સ્કૂલનો બનાવ, વાઈસ પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને બેફામ માર માર્યો

આ પણ વાંચો:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં મારામારીની ઘટના, ખાવાની બાબતને લઈને થઇ બબાલ

આ પણ વાંચો:કામરેજના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, શરીર પર પડી ગયા ચાઠાં : CCTV આવ્યા સામે