Ahmedabad News/ અમદાવાદના ચાંદખેડામાં ફ્લિપકાર્ટ વેરહાઉસમાં ભયાનક આગ, કાળા ધુમાડાના ગોટે ગોટા ઊડ્યાં

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસ (warehouse)માં ભયાનક આગ લાગતા કાળા ધુમાડાના ગોટા દેખાયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
warehouse

Ahmedabad News:અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસ (warehouse)માં અચાનક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.ચાંદખેડા ગામ નજીક આવેલ આ વેરહાઉસ (warehouse)માંથી ઊંડા કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો.આગની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વેરહાઉસ (warehouse)માં શોર્ટ સર્કિટ થવાની શક્યતા

ફાયર ટીમે તરત જ આગને કાબૂમાં લાવવાના સતત પ્રયાસો શરૂ કર્યા હતા. ફાયર વિભાગના અધિકારીઓ અનુસાર, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. અધિકારીઓએ શોર્ટ સર્કિટ, ઇલેક્ટ્રિકલ ફોલ્ટ કે અન્ય કોઈ કારણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

 સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળ્યા નથી. જોકે વેરહાઉસ (warehouse)માં સંગ્રહિત માલસામાન, ખાસ કરીને ઈ-કોમર્સ પ્રોડક્ટ્સને નોંધપાત્ર નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગના કારણે વેરહાઉસ (warehouse)ના કેટલાક ભાગોમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોડાસાથી અમદાવાદમાં સારવાર અર્થે લાવતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, નવજાત શિશુ સહિત ચાર લોકોના મોત

આ પણ વાંચો:અમદાવાદના સિંગરવા વિસ્તારમાં સાગર કેમિકલ્સ કંપનીમાં લાગી વિકરાળ આગ

આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, બેના મોત, એક ગંભીર રીતે દાઝ્યુ