Gujarat Weather/ ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો

IMD મુજબ પશ્ચિમી વિક્ષેપના કારણે 24થી 27 જાન્યુઆરી દરમિયાન તાપમાન Temperature()માં 4-6 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

Top Stories Gujarat Breaking News
Temperature

Gujarat Weather: ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો રહ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર 2025માં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અભાવ જોવા મળ્યો હતો.હવામાન વિભાગ (IMD)ના આંકડા મુજબ, છેલ્લા બે વર્ષથી નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ ઠંડીનું મોજું (cold wave) આવ્યું નથી, જે અસામાન્ય છે.

રાજ્યમાં હાલના લઘુત્તમ તાપમાન (Temperature)ના આંકડા

શહેર

તાપમાન

શહેર

તાપમાન

નલિયા 10.4°C ગાંધીનગર 15.3°C
અમરેલી 12.7°C કંડલા 15.5°C
ડીસા 13°C દીવ 15.7°C
રાજકોટ 12.3°C સુરત 16.8°C
પોરબંદર 14.8°C અમદાવાદ 17°C

આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ઠંડી મધ્યમ સ્તરની છે, પરંતુ તે ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર રીતે ઊંચી છે.

ડિસેમ્બર 2024માં 31 દિવસમાંથી 22 વખત પારો 10°Cથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત. ગત વર્ષે સૌથી નીચું 4.2°C નોંધાયું હતું, આ વખતે સૌથી નીચું 8.8°C રહ્યું.ડિસેમ્બર 2024માં 14°Cથી નીચે 14 દિવસ રહ્યું, આ વર્ષે માત્ર 4 વખત. સૌથી નીચું તાપમાન (Temperature) પણ ઓછું નોંધાયું.આ વર્ષે ડિસેમ્બરમાં ભર શિયાળે ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી છે.

હિમાલયમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbances) આ વખતે મજબૂત સર્જાયા નથી. સામાન્ય રીતે આ વિક્ષેપો ભારે હિમવર્ષા કરાવે છે અને ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો તેમજ ગુજરાત સુધી પહોંચે છે.અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાન (Temperature)માં ઘટાડો અટકી ગયો છે.વૈશ્વિક સ્તરે અલ નિનોની અસર (અને હવે ENSO-neutral અથવા હળવી La Niña તરફ વળાંક)ને કારણે શિયાળો સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં હુંફાળો રહ્યો છે.

ઉત્તરપશ્ચિમ ભારત (રાજસ્થાન, દિલ્હી, પંજાબ વગેરે) અને બિહારમાં આગામી પાંચ દિવસ સુધી સવારના સમયે ગાઢ ધુમ્મસ (dense fog) છવાયેલું રહેવાની શક્યતા છે. પિલાની (રાજસ્થાન) દેશનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે દિલ્હીના આયાનગરમાં પારો 2.9°C સુધી ગગડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીમાંથી રાહત નહીં મળે. ઘણા મેદાની વિસ્તારોમાં તાપમાન (Temperature) શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે.

Cold wave

IMDની તાજી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન (Temperature)માં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ 24થી 27 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી તાપમાનમાં 4-6°Cનો ઘટાડો થઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં 10°Cથી નીચે જવાની શક્યતા છે. 23 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન