Dharma & Bhakti/ વસંત પંચમીના આગલા દિવસે મંગળ ગોચર…આ 4 રાશિઓની આવક અને કારકિર્દીમાં થશે પ્રગતિ…

Mangal Gochar (મંગળ ગોચર) દરમિયાન, મંગળની ઊર્જા પોતાની પરાકાષ્ઠાએ રહેશે જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. જે લોકો રાજનીતિ અને સ્પોર્ટ્સ સાથે…

Trending Religious Rashifal Dharma & Bhakti
મંગળ ગોચર, Mangal Gochar,વસંત પંચમી,4 ,રાશિ

Dharm & Bhakti: હિન્દુ પંચાંગ અનુસાર, શુભ અભિજીત નક્ષત્રમાં જ 24 જાન્યુઆરી (24 January) 2026, શનિવારના રોજ મંગળ ગ્રહ પ્રવેશ કરવા જઇ રહ્યો છે. વસંત પંચમીના આગલા દિવસે થનારા આ મંગળ ગોચર (Mangal Gochar)ને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, અભિજીત નક્ષત્ર (Abhijeet Nakshatra)ને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ એક એવું નક્ષત્ર છે જેના પર કોઈ પણ પ્રકારનો દોષ હોતો નથી. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ પાવન નક્ષત્રનો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુ (Vishnu), ધર્મ અને વિજય સાથે હોવાનું ગણાય છે. આ જ કારણે, આ નક્ષત્રમાં કરવામાં આવેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવનાઓ વધી જાય છે એવું માનવામાં આવે છે.

હિન્દુ પૌરાણિક કથાનકોમાં, મંગળ ગ્રહ ની ઉત્પત્તિ ભગવાન શિવની અગ્નિ શક્તિ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. જ્યારે ભગવાન શિવના ધર્મપત્ની દેવી પાર્વતીને એક એવા પુત્રની ઝંખના હતી જે તેઓના પતિ મહાદેવની શક્તિ, સામર્થ્ય અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે.

અભિજીત નક્ષત્રમાં જ 24 જાન્યુઆરીએ મંગળ ગોચર (Mangal Gochar)

24 જાન્યુઆરી 2026, શનિવારના રોજ મંગળ ગ્રહ (Mars, Mangal Grah) સાયં કાળે 6 વાગીને 17 મિનિટ પર અભિજીત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 30 જાન્યુઆરી, શુક્રવારે પરોઢિયે 4 વાગીને 03 મિનિટ સુધી આ જ નક્ષત્રમાં રહેશે. આ દરમિયાન, મંગળની ઊર્જા પોતાની પરાકાષ્ઠાએ રહેશે જેનો પ્રભાવ તમામ રાશિઓ (Zodiac Signs) પર પડશે. વિશેષ કરીને, કેટલીક રાશિઓના જે જાતકો રાજનીતિ, સ્પોર્ટ્સ (Politics, Sports) અને સ્પર્ધાત્મક કસોટી જેવા ક્ષેત્રો સાથે સંલગ્ન હશે એમને વિશેષ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થઇ શકે છે.

મંગળ ગોચર, Mangal Gochar,વસંત પંચમી,4 ,રાશિ

મકર રાશિ

મકર રાશિ (Makar Rashi) માટે મંગળનું આ ગોચર મહેનતનું ફળ અપાવનારું રહેશે. અત્યાર સુધી કરેલા પ્રયાસોનું પરિણામ હવે સ્પષ્ટ જણાશે. કેરિયરમાં મોટું પરિવર્તન આવશે અથવા તો નવી નોકરીનો અવસર પ્રાપ્ત થઇ શકે છે. ટેકનિકલ, ઇજનેરી અને નિર્માણ ક્ષેત્રે (Technical, Engineering and Construction) સંલગ્ન જાતકોને સફળતાના યોગ સર્જાઇ રહ્યાં છે. આર્થિક સ્થિતિ દ્રઢ બનશે અને ક્યાંક અટકેલા નાણા પરત મળવાની સંભાવના છે. ઋણ સંબંધી તણાવ ઓછો થશે. જૂના વિવાદો ઉકેલની દિશામાં આગળ ધપશે. આ દરમિયાન, તમારી નિર્ણય ક્ષમતા અને આત્મબળ પણ અગાઉથી બહેતર રહેશે.

મંગળ ગોચર, Mangal Gochar,વસંત પંચમી,4 ,રાશિ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ (Vrushik Rashi) વાળા માટે વસંત પંચમી (Vasant Panchami)ના આગલા દિવસે થનારું આ ગોચર તમારી ભીતર રહેલી તાકાતને જાગૃત કરનારું સાબિત થશે. તમારો આત્મવિશ્વાસ દ્રઢ બનશે અને તમે મુશ્કેલીભર્યા સંજોગોને પણ પાર કરી શકશો. કેરિયર સાથે સંલગ્ન સાહસભર્યા નિર્ણયો તમને ફાયદાકારક સાબિત થશે. શત્રુ અને તમારા વિરોધીઓ સ્વયં જ પીછેહટ કરશે. કૌટુંબિક તણાવ ઓછો થશે અને માનસિક શાંતિ જળવાઇ રહેશે. સંશોધન, ટેકનિકલ અથવા ગૂઢ વિષયો સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં ધીરે-ધીરે સુધારો આવશે.

મંગળ ગોચર, Mangal Gochar,વસંત પંચમી,4 ,રાશિ

સિંહ રાશિ

સિંહ રાશિ (Sinh Rashi)ના જાતકો માટે આ સમય માન-પ્રતિષ્ઠા મેળવવાનો છે, તમારો પ્રભાવ સમાજમાં વધશે. પરિવારમાં પણ સંતુલનની સ્થિતિ રહેશે. સરકારી, વહીવટી અને રાજનીતિના ક્ષેત્રો સાથે સંલગ્ન જાતકોને ઉત્તમ અવસર પ્રાપ્ત થઇ શકે છે. તમારા કાર્યસ્થળ પર તમારા મંતવ્યને મહત્વ આપવામાં આવશે અને આની સાથોસાથ તમારી જવાબદારીઓ વધી શકે છે. પ્રમોશન થવાની અથવા નવી ભૂમિકા અદા કરવાના સંજોગો પણ સર્જાઇ રહ્યાં છે. ધન સંબંધી બાબતોમાં સ્થિરતા આવશે અને રોકાણ સંબંધી ફાયદો થવાની સંભાવના છે. રમત-ગમત, પોલીસ, સેના કે સુરક્ષા સેવાઓ (Sports, Police, Military or Security Services) આપતા જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે.

મંગળ ગોચર, Mangal Gochar,વસંત પંચમી,4 ,રાશિ

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi) વાળા જાતકો માટે મંગળનું આ ગોચર ભાગ્યને પ્રગતિની દિશામાં અગ્રેસર કરશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે કઠિન નિર્ણયો પણ વિના સંકોચે લઇ શકશો. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે આગળ વધશે ઉપરાંત, નોકરી, ઇન્ટરવ્યૂ અથવા સ્પર્ધાત્મક કસોટી માટે કરેલા પ્રયત્નો સફળ થવાની સંભાવના છે. ઑફિસમાં તમારી લીડરશિપની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો તમને સહયોગ મળશે. તમારો વિરોધી પક્ષ નબળો થઇ જશે અને આર્થિક સ્થિતિમાં સુધારણા થશે અને જમીન, મકાન અથવા વાહન (Land, Building or Vehicle) સંબંધી નિર્ણયો તમારા માટે લાભકારક રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે મંગળ ગોચરથી સર્જાશે ત્રિગ્રહી યોગ અને રુચક રાજયોગ એકસાથે, 5 રાશિઓનો સુવર્ણકાળ પ્રારંભ..!

આ પણ વાંચો: 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ..!