Diwali 2026/ રાહુ-કેતુના ખરાબ પ્રભાવોને દૂર કરવા ઈચ્છો છો? દિવાળીની રાત્રે આ 3 કામ કરી લો!

જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુ (Rahu Ketu)ની સ્થિતિ સારી ન હોય અથવા જે મહાદશામાંથી પસાર થઈ રહ્યાં હોય એમણે દર્શાવેલા ઉપાયો દિવાળીની રાત્રે કરવા જોઈએ…

Trending Religious Rashifal Dharma & Bhakti
Rahu Ketu ના દુષ્પ્રભાવોને દૂર કરવા માટેના 3 Powerful ઉપાયો...કરો દિવાળી 2026ની રાત્રે!

Diwali 2026: દિવાળીનો પાવન તહેવાર આજે 8 નવેમ્બર 2026ના રોજ મનાવવામાં આવી રહ્યો છે. દિવાળીની રાતે રાહુ-કેતુ (Rahu Ketu)ને શાંત કરવાના ઉપાય પણ કરવામાં આવે છે. રોશનીના આ મહાપર્વ દરમિયાન માતા લક્ષ્મી અને ગણેશજી (Mata Lakshmi and Lord Ganesha)ની પૂજા કરવાનું પણ વિધાન છે. આ ઉપરાંત અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી ચાલતી  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ સારી ન હોય અથવા જે રાહુ-કેતુની મહાદશામાંથી પસાર થઈ રહ્યાં હોય એમણે નીચે દર્શાવેલા ઉપાયો દિવાળીની રાત્રે કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી રાહુ-કેતુના ખરાબ પ્રભાવ દૂર થઈ શકે છે.

રાહુ-કેતુને શાંત કરવાના દિવાળી ઉપાય (Diwali Upay for Rahu Ketu)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ સારી ન હોય અથવા જે રાહુ-કેતુની મહાદશામાંથી પસાર થઈ રહ્યાં હોય એમણે નીચે દર્શાવેલા ઉપાયો દિવાળીની રાત્રે કરવા જોઈએ.

Diwali Upay for Rahu Ketu- દાન કરવું
Diwali Upay for Rahu Ketu- દાન કરવું

1. જરુરિયાતમંદોને કરો આ વસ્તુઓનું દાન

રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે દિવાળીની રાત્રે કે સાંજે જરુરિયાતમંદ લોકોને લોખંડથી બનેલી વસ્તુઓ, કાળા અડદ, નીલા રંગના વસ્ત્રો વગેરે દાન (Daan) કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ સરળ ઉપાય કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિને સુધારે છે. રાહુ-કેતુ શાંત થાય છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવે છે.

Diwali Upay for Rahu Ketu-મહાદેવની પૂજા
Diwali Upay for Rahu Ketu-મહાદેવની પૂજા

2. મહાદેવની પૂજા કરો

રાહુ-કેતુના પ્રભાવોને દૂર કરવા માટે ભગવાન શિવની આરાધના (Lord Shiva Puja) કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ દિવાળીની રાત્રે તમે ભગવાન શિવની આરાધના કરશો અને ભગવાન શિવના મંત્રોના જાપ કરશો તો રાહુ-કેતુના ખરાબ પ્રભાવ દૂર થઈ શકે છે. દિવાળીની રાત્રે શિવ પૂજનની સાથોસાથ તમારે કોઈ શિવ મંદિરમાં જઈને ગંગાજળ અથવા સ્વચ્છ પાણીમાં કાચું દૂધ, કાળા તલ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો. આમ કરવાથી રાહુ-કેતુની પ્રતિકૂળતા દૂર થઇ શકે છે.

Diwali Upay for Rahu Ketu-કૂતરાઓને ખવડાવવું
Diwali Upay for Rahu Ketu-કૂતરાઓને ખવડાવવું

3. કાળા અથવા રખડતા કૂતરાઓને ભોજન કરાવવું

રાહુ-કેતુના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે કૂતરાઓને ભોજન (Feed the Dogs) કરાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે તમે રોટલી, બ્રેડ વગેરે કૂતરાઓને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા જીવનમાં ઉત્તમ પરિવર્તનો આવી શકે છે અને આવનારા સંકટોમાંથી તમને મુક્તિ મળી શકે છે. રાહુ-કેતુના ઉપાય કરવાથી આ ક્રૂર ગ્રહો પણ શાંત રહે છે.

Diwali Upay for Rahu Ketu-શનિ દેવના મંત્ર જાપ કરવા
Diwali Upay for Rahu Ketu-શનિ દેવના મંત્ર જાપ કરવા

ઉપર જણાવેલા ઉપાયો ઉપરાંત, દિવાળીની રાત્રે શનિદેવના મંત્રોના જાપ કરવાથી પણ રાહુ-કેતુની ખરાબ અસરને તમે આછી કરી શકો છો. જ્યોતિષ અનુસાર, જો કુંડળીમાં રાહુ-કેતુ ખરાબ હોય તો શનિ દેવની પૂજા કરવાથી આ ગ્રહોની સ્થિતિ સુધરે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વર્ષ 2027માં આ રાશિઓ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ… જાણો શનિ પ્રકોપથી મુક્તિના ઉપાય!

આ પણ વાંચો: 10 ઑક્ટોબરે શનિ અમાવસ્યા પર સૂર્ય-ચંદ્રની યુતિ….આ 3 રાશિઓ માટે કષ્ટકારી!..જાણો ઉપાય…

આ પણ વાંચો: