જામનગર
જામનગરના વ્હોરાના હજીરા પાસે રંગમતી નદીના પટમાં જળ સંચય અભિયાન અંતર્ગત કામો ચાલી રહ્યા હતા, જેને લઈને દલિત સંગઠનના અગ્રણી દેવશી ધુલિયાએ પોતાના વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી ન કરાતી હોવાને કારણે જળ સંચય અભિયાનનો વિરોધ કર્યો હતો અને પોતાની માંગણી ન સંતોષતા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જેને લઈને હાજર રહેલા પોલીસ કાફલાએ દેવશી ધુલિયાના હાથમાં રહેલ જવલંશીલ પદાર્થને કબ્જે લઈ અને આ સામાજિક કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે હાજર રહેલા દલિત સંગઠનના અગ્રણી તેમજ મહિલાઓએ પોલીસને અટકાવવા મોટરકાર ઉપર ચડી બેસ્યા હતા અને કેટલીક મહિલાઓ તો પોલીસની મોટર કાર વચ્ચે બેસી ગઈ હતી, ત્યારે પોલીસ દ્વારા કેટલાક શખ્સો પર હળવો લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ તોફાની તત્વોએ પોલીસની મોટર કારો પર પથ્થરમારો કર્યો હતો અને આ ટોળું શહેરના નાગનાથ ગેઇટ સુધી પહોંચ્યું હતું ત્યારે થોડા સમય માટે તો પોલીસે પીછે હટ્ટ આપી હતી પરંતુ જિલ્લા પોલીસ વડાને જાણ થતાં જ બનાવ સ્થળ પર પોલીસ અધિક્ષક, એએસપી, એલસીબી, એસઑજી સહિત નો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સતત 2 કલાકથી ખોળવાયેલા ટ્રાફિક ને ક્લિયર કર્યો હતો.

ત્યારે દલિત સંગઠનના લોકો પોલીસ કાફલાને જોઈ અને ક્યાક અંડરગ્રાઉંડ થયા હતા, જેને લઈને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તોફાન મચાવનાર તેમજ પોલીસની મોટરકારો પર પથ્થરમારો કરનારા શખ્સોની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, જેને લઈને શહેર માં ભારે ખળભળાટ મચી ગયો હતો. તોફાન મચાવનાર તેમજ પોલીની મોટરકારો પર પથ્થરમારો કરનારા શખ્સોની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
