મુંબઈ
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ હાલ તે ડીપ્રેશન પર પુસ્તક લખી રહી છે.માહિતી મળી રહી છે કે આલિયા ભટ્ટની માતા સોની રજદાનને જણાવ્યું કે શાહીન પોતાના અનુભવો પર એક બૂક લખી રહી છે અને તે આ પુસ્તક એટલા માટે લખી રહી છે કે જેથી લોકોને સમજવામાં મદદ મળે કે પોતાની હાલતને સ્વીકારવામાં કઈ જ ખોટું નથી.

આપને જાણ હોય તો મહેશ ભટ્ટની પુત્રી શાહીનએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ડિપ્રેશન પર પોસ્ટ પણ લખી હતી. સોનીએ પોતાની દીકરી વિશે જણાવ્યું હતું કે શાહીનએ એક મજબૂત અને ખૂબ જ ક્રિએટિવ ગર્લ છે તે તેની બહાદુરતા છે કે તે આ પ્રકારના પ્લેટફોર્મ પર વાત કરી રહી છે તે એક ખૂબ સારી લેખક પણ છે અને તેને અમને પુસ્તક લખવાના નિર્ણય વિશે જણાવ્યું છે અને એ વાતથી અમે ખૂબ ખુશ છીએ.
https://instagram.com/p/BNJUuG8AXh-/?utm_source=ig_embed
ઉલ્લેખનીય છે કે અનેકો બોલીવુડ સ્ટાર્સ તેમના અનુભવો વિશે ખુલ્લીને વાતચીત કરી રહ્યા છે. એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જ્યાં મેંટલ હેલ્થ અવેયરનેસ પર એક કેમ્પન કર્યું હતું ત્યાં જ આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટએ પણ તેના ડીપ્રેશન વિશે ખુલ્લી વાત કરી હતી. જણાવી એ કે શાહીન 2 વર્ષ સુધી ડિપ્રેશનની શિકાર બનેલી હતી.

