જાણીતી ડાંસર સપના ચૌધરી હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહી છે. તેણે જણાવ્યુ હતું કે, પોતે કોંગ્રેસના વરીષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી તે ખૂબ જ પ્રભાવિત છે. તેમજ આગામી સમયમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવાની તૈયારી પણ તેણે દર્શાવી છે.
કોંગ્રેસ કાર્યાલયે પહોંચેલ સપના ચૌધરીએ જણાવ્યુ હતું કે, મને સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ખૂબ જ સારા લાગે છે. સપના ચૌધરી બિગબોસ સીઝન-૧૧ની કન્ટેસન્ટન્ટ રહી ચુકી છે. તેમજ ત્યારબાદ તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ વીરે કી વેડિંગમાં તેણે આઈટમ સોન્ગ પણ કર્યુ હતું.
સપના ચૌધરી પ્રિયંકા અને રાહુલને મળવા માટે કોંગ્રેસ કાર્યાલય પહોંચી હતી, પરંતુ મુલાકાત શક્ય બની ન હતી. સપના ચૌધરીએ હાલ પુરતુ કોઈ રાજકારણમાં જોડાવાનો ઈન્કાર કર્યો છે પરંતુ કોંગ્રેસના પ્રચાર માટે તૈયારી દર્શાવી છે.
કોંગ્રેસના અધિકારીઓનુ કહેવુ છે કે, સપના ચૌધરીએ પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી અને તે હરીયાણામાં પાર્ટીને મજબુત બનાવવા માટે કામ કરવા તૈયાર છે. મહત્વનુ છે કે, પોતાના ડાંસના કારણે જાણીતી બનેલ સપના ચૌધરી બિગ બોસ દરમિયાન સતત વિવાદમાં રહી હતી.
