ગોવા
બિગ બોસના તહેલકા માટે તૈયાર થઇ જાઓ.સલમાન ખાનએ ગોવામાં બિગ બોસ 12 ના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. સલમાન ખાન બિગ બોસની પ્રેસ કોન્ફરન્સ માટે બોટ પર સવાર થઇને એન્ટ્રી કરી હતી અને ત્યાં તેના ચાહકો પણ હાજર રહ્યા હતા. સલમાન ખાન આ પ્રસંગે ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળ્યા હતા અને તેમણે પ્રેસના પ્રશ્નોના જવાબો આપવા માટે ઘણો આનંદ આવ્યા હતો.
https://instagram.com/p/BnTFAfXlOTt/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
સલમાન ખાનએ બિગ બોસમાં સામેલ પડકારો વિશેની માહિતી પણ આપી હતી અને કલર્સ ચેનલ વિશે તેમની ફી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ પ્રશ્નનો ખૂબ જ હોશિયારીથી જવાબ આપ્યો હતો.
https://instagram.com/p/BnTQzeCgovP/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
સલમાન ખાનએ બિગ બોસ 12ની પ્રથમ જોડીની જાહેરાત કરી છે. બીગ બોસ 12માં કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લીંબાચિયા જોવા મળશે અને હજી તો બીગ બોસમાં ઘણા લોકોની આવવાની ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ એ જાહેર થઇ ગયું છે કે કોમેડિયન ભારતી સિંહ તેના પતિ સાથે બીગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. જો કે બીગ બોસના ઘરની બહાર દરેક લોકોના ચહેરા બીગ બોસના ઘરમાં આવ્યા પછી એક અલગ ચહેરો તે લોકોનો જોવા મળશે.
https://instagram.com/p/BnTQjA9B9Fz/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
જો કે બીગ બોસ 12 જબરદસ્ત થવાનું છે કારણ કે આ વખતે વિચિત્ર જોડીઓનો કોન્સેપ્ટ છે. બીગ બોસ 16 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, બીગ બોસ દર સોમવારથી શુક્રવારે રાત્રે 10:30 અને શનિવાર-રવિવારે રાત્રે 9 વાગ્યે આવશે.
