New Delhi : ભારતીય સેનાના 9 પેરા સ્પેશિયલ ફોર્સ સાથે તૈનાત કૂતરા ‘ફેન્ટમ’ને આ વર્ષના પ્રજાસત્તાક દિવસે મરણોત્તર મેનશન ઇન ડેસ્પેચ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ફેન્ટમ ગયા વર્ષે ઓક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં શહીદ થયો હતો.
ફેન્ટમે અખનૂરના સુંદરબની સેક્ટરમાં આસન પાસે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ભારતીય સેનાને સમર્થન આપ્યું હતું અને દુશ્મનોના નિશાના પર આવી ગયું હતું. આ ઓપરેશન દરમિયાન, જ્યારે સેનાના જવાનો આતંકવાદીઓની નજીક આવી રહ્યા હતા, ત્યારે ફેન્ટમ દુશ્મનના ગોળીબારનો સામનો કરી રહ્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેણે જીવ ગુમાવ્યો હતો. બેલ્જિયન મેલિનોઈસ જાતિના આ કૂતરાનો જન્મ 25 મે, 2020ના રોજ થયો હતો અને 12 ઓગસ્ટ, 2022ના રોજ તેને સેનામાં તૈનાત કરવામાં આવ્યો હતો.
Indian Army dog Phantom deployed with the 9 Para Special Forces awarded the Mention in Despatches gallantry award posthumously on this year’s Republic Day pic.twitter.com/1kJEv3xzRN
— ANI (@ANI) January 25, 2025
ફેન્ટમ ડોગનું સેનામાં મહત્વ કેવી રીતે બન્યું ?
ફેન્ટમે જંગલ વિસ્તારની વચ્ચે આતંકવાદીઓનું પગેરું શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફેન્ટમે છુપાયેલા વિસ્ફોટકો શોધી કાઢ્યા અને સંભવિત છટકી જવાના માર્ગો ઓળખી કાઢ્યા, જે સૈનિકોને ઘેરાબંધીને મજબૂત કરવામાં મદદ કરી.
ફેન્ટમની શહીદી બાદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભારતીય સેનાના મેજર જનરલ સમીર શ્રીવાસ્તવે કહ્યું હતું કે ઓપરેશનમાં અમે આર્મી ડોગ ફેન્ટમ ગુમાવ્યો, જ્યારે અમે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે તે આગળ હતો અને આતંકીઓએ કૂતરા પર ગોળીબાર કર્યો. તેમના બલિદાનને કારણે જ અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.
આ પણ વાંચો: 93 બહાદુરી પુરસ્કારોની જાહેરાત, 2 યોદ્ધાઓને કીર્તિ ચક્ર મળ્યું; સંપૂર્ણ યાદી જુઓ
આ પણ વાંચો: પદ્મ પુરસ્કાર 2025 : એવોર્ડ મેળવનારાઓમાં તુષાર શુક્લા, પંકજ પટેલ, પંકજ ઉધાસ, ચંદ્રકાંત સોમપુરા
આ પણ વાંચો: ઝાયડસના માલિક પંકજ પટેલ, પ્રખ્યાત કથક નૃત્યાંગના કુમુદની સહિત ગુજરાતની આ હસ્તીઓને પદ્મ એવોર્ડ, જુઓ યાદી
