Not Set/ આ છે દુનિયાની અત્યાર સુધીની સૌથી વધુ બજેટની ફિલ્મો

દુનિયાભરમાં ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. પહેલાની ફિલ્મો કરતા આજની ફિલ્મોમાં તમને ઘણો તફાવત જોવા મળશે. આજની ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેના કારણે ફિલ્મોને જોનારો વર્ગ પણ વધ્યો છે. દુનિયાભરમાં ઘણી ફિલ્મો એવી છે કે જેના બજેટમાં આપણે ચાંદ પર સ્પેશ શીપ મોકલી શકીએ છીએ. ત્યારે આવો નજર નાખીએ તે ફિલ્મો […]

Entertainment

દુનિયાભરમાં ફિલ્મોનો ક્રેઝ વધ્યો છે. પહેલાની ફિલ્મો કરતા આજની ફિલ્મોમાં તમને ઘણો તફાવત જોવા મળશે. આજની ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેના કારણે ફિલ્મોને જોનારો વર્ગ પણ વધ્યો છે. દુનિયાભરમાં ઘણી ફિલ્મો એવી છે કે જેના બજેટમાં આપણે ચાંદ પર સ્પેશ શીપ મોકલી શકીએ છીએ. ત્યારે આવો નજર નાખીએ તે ફિલ્મો પર કે જે સૌથી વધુ બઝેટ સાથે આપણી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પાઇરેટ્સ ઓફ દ કેરેબિયન 4

પાઇરેટ્સ ઓફ દ કેરેબિયન 4 એ વિશ્વની સૌથી મોંઘી બજેટ ફિલ્મ છે જે 2011 માં રિલીઝ થઈ હતી. તેની સ્ટોરી અમૃતની શોધમાં કેટલાક લૂંટારાઓના જીવન પર આધારિત છે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 2727 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

એવેન્જર્સ 2

એવેન્જર્સ 2 એવેન્જર્સ સીરીઝની બીજી ફિલ્મ છે જે રોબોટ તથા અન્ય ટેકનિક પર આધારિત છે. આ એક સુંદર ફિલ્મ હતી જે 2015માં રીલીઝ થઈ હતી. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 2630 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

એવેન્જર્સ 4

એવેન્જર્સ 4 વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. આ ફિલ્મે કમાણીનાં બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 2562 કરોડનો ખર્ચ થયો છે. આ ફિલ્મ 2019 માં રિલીઝ થઈ હતી.

એવેન્જર્સ 3

એવેન્જર્સ 3 એ ખૂબ જ દમદાર ફિલ્મ હતી. આ ફિલ્મમાં ઘણા કલાકારોએ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બનાવવા માટે લગભગ 2274 કરોડનો ખર્ચ થયો છે. આ ફિલ્મ 2018 માં રિલીઝ થઈ હતી.

પાઇરેટ્સ ઓફ દ કેરેબિયન 3

પાઇરેટ્સ ઓફ દ કેરેબિયન 3 એક મજબૂત ફિલ્મ હતી. આ ફિલ્મ 2007 માં રીલીઝ કરવામાં આવી હતી અને તેને બનાવવા માટે 2159 કરોડનો ખર્ચ થયો હતો. તે સમુદ્રનાં લૂંટારાઓનાં જીવન પર બની એક ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.