Not Set/ મુન્નાભાઈના લૂકમાં રણબીર કપૂર: જુઓ સંજુનું બીજું ટીઝર

સંજય દત્તના જીવન પર બનેલી બયોપિક સંજુ રિલીઝ થવામાં હજુ થોડા દિવસો બાકી છે. આ પહેલા યુટ્યુબ પર એક વીડિઓ અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં રણબીર કપૂર સંજય દત્તની કોપી કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં જે રીતે સંજય દત્તે કિરદાર નિભાવ્યું હતું, બિલકુલ એવી જ રીતે રણબીરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. […]

Trending Entertainment

સંજય દત્તના જીવન પર બનેલી બયોપિક સંજુ રિલીઝ થવામાં હજુ થોડા દિવસો બાકી છે. આ પહેલા યુટ્યુબ પર એક વીડિઓ અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં રણબીર કપૂર સંજય દત્તની કોપી કરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં જે રીતે સંજય દત્તે કિરદાર નિભાવ્યું હતું, બિલકુલ એવી જ રીતે રણબીરનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં તેઓ ઘણાં જ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. રણબીર સંજય દત્તના લૂકમાં એકદમ મળતો દેખાઈ રહ્યો છે. આ વીડિઓમાં બોમન ઈરાની ક્લાસમાં સવાલ કરતા નજરે ચડે છે.

જણાવી દઈએ કે ફિલ્મમાં રણબીર સહીત અન્ય કેટલાક સ્ટાર્સ પણ છે. આ ફિલ્મમાં સંજુના પિતા સુનીલ દત્તનો રોલ પરેશ રાવલે નિભાવ્યો છે. રાજકુમાર હિરાણીની ફિલ્મ સંજુમાં પાંચ મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. મનીષા કોઈરાલા સંજય દત્તની માતા નરગીસના રૂપમાં નજરે ચડશે.

જયારે સોનમ કપૂર સંજુની પહેલી ગર્લફ્રેન્ડના કીર્દરમાં જોવા મળશે. અને અનુષ્કા શર્મા એક જર્નાલીસ્ટ અને બાયોગ્રાફરના રોલમાં હશે. દિયા મિર્ઝા સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતાનો રોલ નિભાવશે. ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેને અત્યાર સુધીમાં 5 કરોડ 20 લાખથી વધારે યુટ્યુબ વ્યુઝ મળી ચુક્યા છે.