Not Set/ આ ટેલિવિઝન શોના અનેક કલાકારો અને ક્રૂ મેમ્બર એક સાથે થયા કોરોના પોઝિટિવ…

કોરોના કહેર દેશમાં શરૂ થયો તેને એક વર્ષ પૂર્ણ થવા છતાં જાણે કોરોના ફરીથી વકર્યો છે. 1 વર્ષ પહેલા આ સમયગાળા મળતા હતા ટીવી સિરિયલ અને ફિલ્મોના કલાકારો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા હતા. ફરીથી જાણે આપણે એ

Trending Entertainment

કોરોના કહેર દેશમાં શરૂ થયો તેને એક વર્ષ પૂર્ણ થવા છતાં જાણે કોરોના ફરીથી વકર્યો છે. 1 વર્ષ પહેલા આ સમયગાળા મળતા હતા ટીવી સિરિયલ અને ફિલ્મોના કલાકારો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા હતા. ફરીથી જાણે આપણે એ જ સમયગાળામાં આવીને ઊભા હોય તેમ લાગી રહ્યું છે તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તેમજ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીઝના ઘણા બધા કલાકારો હાલમાં ચડી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થાય રહ્યા છે. હવે એ બધુ એક ટીવી સીરીયલના સેટ પર ભૂકંપ સર્જાયો છે.

Mehndi Hai Rachne Waali Actors And Crew Test Positive For COVID-19,  Shooting Halted

ટીવી સીરિયલ મહેંદી હૈ રચને વાલીના ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બર્સના કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોઈ શેટના શો પર સૌથી વધુ કોરોના કેસ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવાર અને ગુરુવારે સિરિયલનું શૂટિંગ બંધ કરાયું હતું. સીરિયલમાં મુખ્ય અભિનેતાઓ અને અન્ય લોકોના રિપોર્ટ નેગેટિવ રહ્યા છે.આ શો એક મહિના પહેલા શરૂ થયો હતો. આ તેલુગુ શો ગોરિંકાતુ પર આધારિત છે. જેમાં શિવાંગી ખેડકર અને સાંઈ કેતવ રાવ મુખ્ય ભૂમિકામાં છે.

Mehndi Hai Rachne Waali - Disney+ Hotstar

નિર્માતા સંદીપ સિકંદે એક સત્તાવાર નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે ‘ટીવી શો મહેંદી હૈ રચને વાલીના કેટલાક કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તે બધાને તબીબી સહાય આપવામાં આવી છે અને તે કોરન્ટાઈન છે. કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે અને નિયમો હેઠળ સેટને વંધ્યીકૃત કરવામાં આવ્યો છે. અમે સંપૂર્ણ ટીમ સાથે સતત સંપર્કમાં છીએ કારણ કે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે ઉભા છીએ અને ખાતરી કરીશું કે અધિકારીઓ દ્વારા નિર્ધારિત તમામ નિયમોનું પાલન કરવામાં આવે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…