Dharma & Bhakti/ વર્ષ 2027માં આ રાશિઓ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ… જાણો શનિ પ્રકોપથી મુક્તિના ઉપાય!

એવું કહે છે કે જે જેવું કર્મ કરે છે શનિ એ હિસાબે જ ફળ પ્રદાન કરે છે. શનિના આ ગોચરથી (Shani Sada Sati 2027) કઈ રાશિને સાડા સાતીથી મુક્તિ મળશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shani Sada Sati 2027...આગામી વર્ષમાં Powerful શનિ દેવનું ગોચર કેવું ફળ આપશે?

Dharm & Bhakti: શનિ આ સમયે મીન રાશિમાં વિરાજમાન છે પરંતુ એ વર્ષ 2027 માં રાશિ બદલીને મેષ રાશિમાં ગોચર (Shani Sada Sati 2027) શરુ કરી દેશે. તો જાણીએ કે શનિના આ ગોચરથી કઈ રાશિને સાડા સાતીથી મુક્તિ મળશે અને કઈ રાશિનું કષ્ટદાયક ચરણ શરુ થશે?

વૈદિક જ્યોતિષમાં શનિ દેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા માનવામાં આવે છે. એવું કહે છે કે જે જેવું કર્મ કરે છે શનિ એ હિસાબે જ ફળ પ્રદાન કરે છે. શનિ દરેક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી વિરાજમાન રહે છે. આ રીતે પોતાનું રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષોનો સમય લાગે છે. શનિ આ સમયે મીન રાશિમાં વિરાજમાન છે પરંતુ એ વર્ષ 2027 (Shani Sada Sati 2027)માં રાશિ બદલીને મેષ રાશિમાં ગોચર શરુ કરી દેશે. તો જાણીએ કે શનિના આ ગોચરથી કઈ રાશિને સાડા સાતીથી મુક્તિ મળશે અને કઈ રાશિનું કષ્ટદાયક ચરણ શરુ થશે?

કર્મફળ દાતા શનિ દેવ આ સમયે મીન રાશિમાં વિરાજમાન છે. વીતેલી 27 જુલાઈથી શનિ વક્રી અર્થાત્ ઊલટી ચાલ ચાલી રહ્યા છે અને 11 ડિસેમ્બરે આ વક્રી ચાલ સમાપ્ત થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિનું માર્ગી (Shani Margi 2026) થવું એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. શનિની આ માર્ગી ચાલના પરિણામે કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો થવાના શરુ થઈ જશે. નોકરીમાં પ્રમોશન, વેપારમાં નફો અને આર્થિક તંગીથી મુક્તિ જેવા જબરદસ્ત યોગ રચાવા જઇ રહ્યા છે.

શું હોય છે શનિની સાડા સાતી? (Shani Sada Sati 2027)

જ્યારે શનિ ગ્રહ (Shani Grah) કોઈ જાતકની જન્મ રાશિના બારમા, પહેલા અને બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે શનિની સાડા સાતી લાગે છે. સાડા સાતીમાં કુલ 3 ચરણ હોય છે.

પ્રથમ ચરણ- આ ચરણમાં માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

દ્વિતિય ચરણ- આ સાડા સાતીનું સૌથી કષ્ટદાયક ચરણ માનવામાં આવે છે. આ ચરણમાં શારીરિક કષ્ટ, પારિવારિક કલેશ અને કેરિયરમાં વિઘ્નો આવવાની સંભાવના હોય છે.

તૃતિય ચરણ- આ ચરણમાં ધન હાનિ, સંબંધોમાં કડવાશ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવે છે.

વર્ષ 2027માં કઇ રાશિ પર શરુ થશે સાડા સાતીનું કષ્ટદાયક ચરણ? (Shani Sada Sati 2027)

શનિના ગોચરની સાથે જ મેષ રાશિના જાતકો પર સાડા સાતીનું સૌથઈ કષ્ટદાયક ચરમ શરુ થઈ જશે. આ દરમિયાન તમારે કેરિયર, વ્યવસાય અને સ્વાસ્થ્ય વિષયક બાબતોમાં વિશેષ સાવધાનીથી વર્તવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જે જાતકોની કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત હોય અથવા જે જાતક પૂર્ણ ઈમાનદારીથી પોતાનું કાર્ય કરી રહ્યાં હોય એમણે જરાયે ગભરાવાની જરુર નથી કારણ કે, શનિ આવા લોકોને વધારે કષ્ટ આપતા નથી.

Shani Sada sati 2027
Shani Sada sati 2027

વર્ષ 2027માં કઇ રાશિને મળશે સાડા સાતીથી મુક્તિ? (Shani sada Sati 2027 Mukti)

શનિના મેષ રાશિમાં ગોચર પ્રારંભ થતા જ કુંભ રાશિના જાતકોને સાડા સાતીથી મુક્તિ મળી જશે. તમારા અટકેલા કાર્યો ઝડપભેર બનવા લાગશે.

વર્ષ 2027માં કઈ રાશિ પર શરુ થશે સાડા સાતી?

વૃષભ રાશિના જાતકો પર સાડા સાતીનું પ્રથમ ચરણ શરુ થઈ જશે. જ્યારે મેષ રાશિના જાતકો પર બીજું ચરણ અને મીન રાશિના જાતકોનું ત્રીજું ચરણ શરુ થશે. આ ત્રણેયમાં સૌથી કષ્ટદાયક સાડા સાતીનું બીજુ ચરણ માનવામાં આવે છે.

Shani Dosh Upay
Shani Dosh Upay

શનિને પ્રસન્ન કરવાના ઉપાય (Shani Dosh Upay)

જો તમારી કુંડળીમાં શનિની સાડા સાતી કે ઢૈય્યા ચાલી રહી છે તો ગભરાવાની જરુર નથી. કારણ કે, આવા સંજોગોમાં તમે કેટલાક વિશેષ ઉપાયો કરીને શનિના પ્રકોપથી બચી શકો છો. તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે…

1. નિયમિત હનુમાન ચાલીસા (Hanuman Chalisa) અથવા બજરંગ બાણનો પાઠ કરો. એવું કહે છે કે એનાથી શનિ દોષોથી મુક્તિ મળે છે.

2. આ ઉપરાંત, શનિવારના દિવસે સરસવનું તેલ, કાળા તલ , કાળા ચણા, જૂતા-ચપ્પલ અથવા લોખંડની વસ્તુઓનું દાન કરવું.

3. શનિવાર (Saturday)ની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: સૂર્ય-શનિ વચ્ચે 17 ઓક્ટૉબરે બનશે ષડાષ્ટક યોગ…સિંહ સહિત 3 રાશિઓને રાખવી પડશે સાવધાની!

આ પણ વાંચો: 10 ઑક્ટોબરે શનિ અમાવસ્યા પર સૂર્ય-ચંદ્રની યુતિ….આ 3 રાશિઓ માટે કષ્ટકારી!..જાણો ઉપાય…

આ પણ વાંચો: શનિ નક્ષત્ર ગોચર 2026…ઓક્ટૉબરમાં શનિ પોતાના જ નક્ષત્રમાં કરશે પ્રવેશ…4 રાશિઓના પ્રારંભાશે ‘અચ્છે દિન’!