Ahmedabad News/ CNGના ભાવ રૂ.100ને પાર: 14 દિવસમાં અદાણીનો બીજો ભાવ વધારો

અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણીએ CNGના ભાવમાં (CNG Price)પ્રતિ કિલો રૂ.4થી વધુનો વધારો કર્યો હતો

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદમાં CNGના ભાવ (CNG Price)માં ફરી વધારો કરવામાં આવ્યો છે.

Ahmedabad News : અમદાવાદમાં CNGના ભાવ (CNG Price)માં ફરી વધારો કરવામાં આવ્યો છે. અદાણીએ માત્ર 14 દિવસમાં બીજી વખત ભાવ વધારતા પ્રતિ કિલો CNGનો ભાવ (Adani CNG Price) રૂ.100ને પાર પહોંચી ગયો છે. દિવાળી પહેલાં થયેલા આ ભાવ વધારાથી વાહનચાલકોની સાથે રિક્ષા અને ટેક્સીમાં મુસાફરી કરતા લોકોને પણ મોંઘવારીનો માર પડશે.

અમદાવાદના CNG વાહનચાલકો માટે દિવાળી પહેલાં મોંઘવારીના વધુ એક સમાચાર સામે આવ્યા છે. અદાણી દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ.2.30નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે અમદાવાદમાં CNGનો નવો ભાવ રૂ.100.77 પર પહોંચી ગયો છે. આમ, CNGના ભાવ પહેલીવાર રૂ.100ને પાર પહોંચતા વાહનચાલકોના બજેટ પર વધારાનો બોજ પડશે.

મહત્વની વાત એ છે કે માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં જ CNGના ભાવમાં (CNG Price)બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 23 ઓક્ટોબર, 2026ના રોજ અદાણીએ CNGના ભાવમાં (CNG Price)પ્રતિ કિલો રૂ.4થી વધુનો વધારો કર્યો હતો. ત્યારે ભાવ વધીને રૂ.98.47 થયો હતો. હવે ફરી રૂ.2.30નો વધારો થતાં CNGનો ભાવ ત્રણ આંકડાને પાર કરી ગયો છે.

14 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો

અમદાવાદમાં CNGના ભાવમાં (Ahmedabad CNG Rate)સતત વધારો થઈ રહ્યો છે. 23 ઓક્ટોબરના રોજ એકસાથે રૂ.4થી વધુનો વધારો કરવામાં આવ્યા બાદ વાહનચાલકોને હજુ રાહત મળી નથી. ત્યાં ફરી 14 દિવસમાં જ પ્રતિ કિલો રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ હવે એક કિલો CNG ભરાવવા માટે વાહનચાલકોએ રૂ.100.77 ચૂકવવા પડશે.

ત્રણ મહિનામાં સતત ભાવ વધારાથી વાહનચાલકો પર બોજ

છેલ્લા કેટલાક મહિનાઓથી CNGના ભાવમાં સતત વધારો (CNG Price Hike)જોવા મળી રહ્યો છે. અગાઉ 1 ઓગસ્ટના રોજ પ્રતિ કિલો રૂ.4નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓક્ટોબરમાં ફરી રૂ.4થી વધુનો વધારો થયો અને હવે નવેમ્બરમાં રૂ.2.30નો નવો વધારો કરવામાં આવ્યો છે. આમ, ટૂંકા ગાળામાં વારંવાર ભાવ વધારાથી CNG વાહનચાલકોના માસિક ખર્ચમાં વધારો થશે.

રિક્ષા અને ટેક્સીના ભાડા વધવાની શક્યતા

CNGના ભાવ વધારાની અસર માત્ર ખાનગી વાહનચાલકો પૂરતી મર્યાદિત રહેશે નહીં. અમદાવાદમાં મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી CNG પર ચાલે છે. ઇંધણના ખર્ચમાં વધારો થતાં રિક્ષા અને ટેક્સીચાલકો પર આર્થિક બોજ વધશે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં મુસાફરીનાં ભાડાં વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જો ભાડામાં વધારો થાય તો તેની સીધી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડશે.

દિવાળી પહેલાં જ મોંઘવારીનો વધુ એક ઝટકો

તહેવારોના સમયે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને અન્ય ખર્ચ વચ્ચે CNGના ભાવમાં થયેલા વધારાએ (CNG Price Hike)અમદાવાદીઓને મુશ્કેલીમાં મૂક્યા છે. ખાસ કરીને રોજિંદા કામકાજ માટે CNG વાહનોનો ઉપયોગ કરતા લોકોના પરિવહન ખર્ચમાં વધારો થશે. એક તરફ મોંઘવારીનો બોજ છે, ત્યારે બીજી તરફ ઇંધણના ભાવમાં સતત વધારાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ શકે છે.


આ પણ વાંચો: ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો, હવે પીએનજીનો વારો!

આ પણ વાંચો: સરકારની નવી ફોર્મ્યુલામાં એવું તો શું છે કે સીએનજી-પીએનજીના ભાવ દસ ટકા ઘટશે?

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ, સીએનજી બાજુએ મૂકો, ગાયના છાણમાંથી જ ઇંધણ બનાવાશે