Movie Masala/ વિકી કૌશલની સરદાર ઉધમનું ટ્રેલર રિલીઝ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ

સરદાર ઉધમ સિંઘને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા એમેઝોન પ્રાઇમ વીડિયોએ અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, એમેઝોન ઓરિજિનલ મૂવી સરદાર ઉધમનું ટ્રેલર…

Trending Entertainment
સરદાર ઉધમનું ટ્રેલર

ભારતીય ઇતિહાસમાં મહાન શહીદો પૈકીના એક સરદાર ઉધમ સિંઘને વિશેષ શ્રદ્ધાંજલિ આપવા એમેઝોન પ્રાઇમ વીડિયોએ આજે અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ એમેઝોન ઓરિજિનલ મૂવી સરદાર ઉધમનું ટ્રેલર મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં લોંચ કર્યું હતું. રોની લાહિરી અને શીલ કુમાર દ્વારા નિર્મિત તથા શૂજિત સરકાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સરદાર ઉધમ સિંધની હજુ સુધી સાહસગાથા રજૂ કરે છે. ફિલ્મમાં સરદાર ઉધમ સિંઘનું પાત્ર અભિનેતા વિકી કૌશલે ભજવ્યું છે. આ ફિલ્મમાં શૌન સ્કોટ્ટ, સ્ટિફન હોગાન, બનિતા સંધુ અને કિર્દી એવર્ટન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે તથા અમોલ પરાશરે વિશેષ ભૂમિકા અદા કરી છે. ભારત અને દુનિયાભરના 240 દેશો અને વિસ્તારોમાં પ્રાઇમ મેમ્બર્સ આ દશેરાએ 16 ઓક્ટોબરથી સરદાર ઉધમ ફિલ્મ જોઇ શકશે.

આ પણ વાંચો :ફેસ માસ્કના લીધે સલમાન ખાન થઇ રહ્યો છે ટ્રોલ, ચાહકોએ કરી આવી કોમેન્ટ્સ

તેમણે 1,650 ગોળીઓ છોડી હતી. સરદાર ઉધમે ફક્ત 6 ગોળીઓ છોડી હતી, પણ આ 6 ગોળીની અસર સ્વતંત્રતાસેનાનીઓ અને આગામી પેઢીઓના હૃદયમાં ઊંડે સુધી થઇ છે. ટ્રેલર સરદાર ઉધમસિંઘના જીવનની ઝાંખી રજૂ કરે છે, જે ભૂમિકા વિકી કૌશલે ભજવી છે, તેઓ પહેલીવાર શહીદની ભૂમિકામાં જોવા મળશે. આ હજુ સુધી શહીદગાથામાં સરદાર ઉધમના અદમ્ય સાહસ, દ્રઢતા અને નિર્ભયતાને પ્રસ્તુત કરે છે. ફિલ્મમાં 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડમાં નિર્દયતાપૂર્વક માર્યા ગયેલા પોતાના પ્રિય દેશવાસીઓના બલિદાનનો બદલો લેવાના સરદાર ઉધમસિંઘના અભિયાન પર કેન્દ્રિત છે.

https://twitter.com/PrimeVideoIN/status/1443475224649875458?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1443475224649875458%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2FPrimeVideoIN2Fstatus2F1443475224649875458widget%3DTweet

સરદાર ઉધનું પાત્ર ભજવતા અભિનેતા વિકી કૌશલે કહ્યું હતું કે, “સરદાર ઉધમની સ્ટોરીએ મને પ્રેરિત અને રોમાંચિત કર્યો હતો. આ પાત્ર ક્ષમતા, પીડા, ઉત્સાહ, અસાધારણ સાહસ અને ત્યાગ તથા મૂલ્યોને બયાન કરે છે, જેને મેં ફિલ્મમાં મારા પાત્ર દ્વારા ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આ ભૂમિકામાં પ્રકારના ઘણા ઉધમસિંઘના પેંગડામાં પગ નાંખવા ધણી શારીરિક અને એનાથી વધારે માનસિક તૈયાર કરવાની જરૂર હતી, જેઓ નાયકવાદ અને દ્રઢ મનોબળનું પ્રતીક છે. હું આ ફિલ્મ દ્વારા ભારતના સ્વતંત્રતા સંઘર્ષના ઇતિહાસનાં એક પ્રેરક પાત્રના સંધર્ષને લોકો સમક્ષ રજૂ કરવા આતુર છું. આ એક એવી સ્ટોરી છે, જેને ભારતની સાથે દુનિયાના લોકો સાથે વહેંચવાની જરૂર છે અને એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે સટદાર ઉધમ દુનિયાભરના લોકો સુધી પહોંચશે અને આપણા ઇતિહાસની એક પ્રેરકગાથા દુનિયાને જાણવા મળશે.”

સરદાર ઉધમને નિર્દેશિત કરવાના પોતાના અનુભવ વિશે શૂજિત સરકારે કહ્યુ હતું કે, “મારા માટે સરદાર ઉધમ ફિલ્મ હોવાની સાથે એક સ્વપ્ન છે, જે સાકાર થયું છે. મેં ભારતની સૌથી દુઃખદ કરુણાંતિકાનો બદલો લેવા પોતાના જીવનનું બલિદાન કરનાર એક શહીદના સાહસની અજાણી ગાથા શોધવા અને દુનિયા સાથે વહેંચવા વર્ષોથી ઊંડું સંશોધન કર્યું છે.

આ પણ વાંચો :શ્વેતા તિવારીની બગડી તબિયત, તો EX પતિએ તબિયત પૂછતાં સાધ્યું નિશાન

ઉધમસિંઘના રાષ્ટ્રપ્રેમ અને સાહસિકતાનું ખરું હાર્દ આજે પણ પંજાબમાં દરેક અને તમામ વ્યક્તિઓના હૃદયમાં જીવંત છે. મારો ઉદ્દેશ એક એવી ફિલ્મ બનાવવાનો હતો, જે દર્શકોને ઉધમસિંધના સાહસનો પરિચય કરાવે અને તેમને પ્રેરિત કરે. આ ફિલ્મ તેમના અતિ સાહસિક જુસ્સા, તેમની નિર્ભયતા અને દેશની આઝાદી માટેની લડાઈમાં બલિદાનને મારી શ્રદ્ધાંજલિ છે. સંપૂર્ણ ટીમને ભારતની આઝાદીની લડતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એક ક્રાંતિકારીની ગાથા રજૂ કરવા કામ કરવાની તક મળી એ બદલ ગર્વ છે.

આ પણ વાંચો :જો ધ કપિલ શર્મા શો માં કમબેક કરશે સિદ્ધુ, તો આ કામ કરશે અર્ચના પૂરણ સિંહ