NEWS DELHI: દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં રોહિણીમાં એક એન્કાઉન્ટરમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોને ઠાર માર્યા. પોલીસના જણાવ્યા મુજબ બુધવારે મોડી રાત્રે, લગભગ 2:20 વાગ્યે, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસ વચ્ચે બહાદુર શાહ માર્ગ પર ચાર ગુનેગારો સાથે ગોળીબાર થયો. એન્કાઉન્ટરમાં ચારેય ગુનેગારો માર્યા ગયા. ચારેય આરોપીઓને રોહિણી સ્થિત ડૉ. બીએસએ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
એન્કાઉન્ટરમાં રંજન પાઠક (25), બિમલેશ મહતો (25), મનીષ પાઠક (33) અને અમન ઠાકુર (21), બધા બિહારના રહેવાસી માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રંજન પાઠક, બિમલેશ મહતો અને મનીષ પાઠક બિહારના સીતામઢીના રહેવાસી હતા અને અમન ઠાકુર દિલ્હીના કરવલ નગરનો રહેવાસી હતો.
આ પણ વાંચો:મુંદ્રા પોર્ટ કેસઃ સ્પેશ્યલ NIA કોર્ટે સાતેય આરોપીને છોડવા ઇન્કાર કર્યો
આ પણ વાંચો:અદાણીના મુંદ્રા પોર્ટે 24 કલાકમાં 40 જહાજોની મૂવમેન્ટને હેન્ડલ કરી
આ પણ વાંચો:યુવાધનને બરબાદ કરતું ડ્રગ ફક્ત મુંદ્રા પોર્ટ પર જ મળી આવે છે : રાહુલ ગાંધી
