શું વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક IPL જુએ છે? જો કે તે જરૂરી નથી. તમે વિચારતા હશો કે આ પ્રકારનો સવાલ કેમ થઇ રહ્યો છે. તો આપને જણાવી દઇએ કે, દુનિયાનાં ધનિક શખ્સ્માં સામેલ એલોન મસ્કે RCB નાં બેટ્સમેન ગ્લેન મેક્સવેલને લઇને એક ટ્વીટ કર્યુ છે.
આ પણ વાંચો – IPL 2021 / સંજુ સેમસન ચુક્યો Orange Cap, Purpal Cap ની રેસમાં આ ખેલાડીની આસપાસ પણ નથી કોઇ
અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક Tesla નાં CEO એલોન મસ્ક વિશ્વનાં સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં આવે છે. સોશિયલ મીડિયામાં તેમના ઘણા ફોલોઅર્સ છે. સામાન્ય રીતે, તે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે વાત કરતા હોય છે. તે રમત કે રાજકારણ વિશે ભાગ્યે જ ટ્વીટ કરે છે. એલોન મસ્કે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ બાદ એક ટ્વીટ કર્યું હતું જે સોશિયલ મીડિયા પર તાજેતરમાં ખૂબ જ વાયરલ થયું હતું. આપને જણાવી દઇએ કે, એલોન મસ્કે પોતાના આ ટ્વીટમાં ગ્લેન મેક્સવેલને “અવિશ્વસનીય” ગણાવ્યો હતો. જો કે બુધવારે રાત્રે મેક્સવેલ ખરેખર અવિશ્વસનીય હતો, જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને રાજસ્થાન રોયલ્સ સામે સરળ જીત મેળવવામાં મદદ કરી હતી. RCB ની જીતમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ચમક્યો હતો, જ્યાં સ્ટાઇલિશ Left Hand બેટ્સમેને અણનમ અડધી સદી ફટકારી હતી.
Maxwell was incredible
— Elon Musk (@elonmusk) September 29, 2021
આ પણ વાંચો – Cricket / એવુ તે શું થયુ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે માંગી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની માફી?
ગ્લેન મેક્સવેલે બુધવારે RCB ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે રાજસ્થાન રોયલ્સ સામે ફિફ્ટી ફટકારી હતી. મેક્સવેલે RCB માટે બે ઓવર પણ નાખી અને 17 રન આપ્યા હતા. એલોન મસ્કએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ‘મેક્સવેલ અકલ્પનીય હતો.’ મસ્કે ખરેખર એક પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં લોકપ્રિય હોવા છતાં, તેણે માત્ર “મેક્સવેલ” ઉપનામનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે ચાહકોએ આ પછી ઘણા જોક્સ બનાવવાનું શરૂ કર્યુ હતુ. ઓસ્ટ્રેલિયન પત્રકાર ક્લો-અમાન્ડા બેલીએ પણ પછી ટ્વિટ કર્યું, ‘હા સર. અમે બધાએ હમણાં જ RCB ની મેચ પણ જોઈ છે.
