ટીમ ઈન્ડિયાના પૂર્વ ઝડપી બોલર એવા આશિષ નેહરાની પત્ની હાલ હોસ્પિટલમાં એડમિટ છે. મંગળવારે એટલે કે 26 જૂને તેણે સોશિયલ મીડિયા પર આ વાત સાથે જોડાયેલી એક તસ્વીર શેર કરી હતી. રૂશ્મા નેહરાએ જણાવી રહ્યા હતા કે પહેલા કરતા તેની સ્થિતિ સારી છે. તેમણે કહ્યું કે, જિંદગી જેવી દેખાય છે, તેવી હોતી નથી.
આપને જણાવી દઈએ કે રૂશ્માએ ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો પોસ્ટ કર્યો છે.તેમાં તે હોસ્પિટલની લોબીમાં કોઈની મદદથી ચાલતા દેખાઈ રહી છે. તેણે કેપ્શન આપતા લખ્યું કે, સાચી દિશામાં ભરેલું નાનું ડગલું. જિંદગી હંમેશા એવી નથી હોતી, જેવી આપણે ઈન્સ્ટાગ્રામ પર દેખાય છે. હું માત્ર સંઘર્ષની સાચી પળો શેર કરવા ઈચ્છું છું.
https://www.instagram.com/p/BkgBAAxgX4c/?taken-by=rd.nehra
ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના
રૂશ્માના આ ફોટો પર ફોલોઅર્સ અને નેહરાના ફેન્સને તે જલદી સાજી થઈ જાય તેવી પ્રાર્થના કરી. લોકો બોલ્યા કે, આશા છે કે બધુ બરાબર થઈ જશે. તમે જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હાલમાં તમારું ધ્યાન રાખો.
લોર્ડ્સમાં મેચ દરમિયાન થઈ બંનેની પહેલી મુલાકાત
ઉલ્લેખનીય છે કે આશિષ નેહરાના લગ્ન રૂશ્મા ઓવલ સાથે થયા હતા. વર્ષ 2002માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બંને પહેલી નજરમાં જ દિલ આપી બેઠા હતા. બંને વચ્ચે ઓળખાણ થઈ અને 2002થી 2007 સુધી ડેટિંગ કર્યા બાદ તેમણે લગ્ન કર્યા. આશિષ અને રૂશ્માના બે બાળકો છે. દીકરી એરિયાના અને દીકરો આરુષ નહેરા.
