બિહારમાં કોંગ્રેસે તેજસ્વી યાદવને સલાહ આપતા કહ્યું છે કે તેઓ એમની લીમીટમાં રહે. યુપીએમાં કોણ શામેલ થશે અને કોણ નહિ, એનો ફેસલો કરવાનો અધિકાર એમને નથી. બિહારના કદવાના કોંગ્રેસી ધારાસભ્ય અને એઆઈસીસીના સચિવ શકીલ એહમદ ખાને તેજસ્વીને એમની હદ બતાવી હતી.

શકીલ એહમદે કહ્યું કે હું એવું માનું છું કે રાજનીતિમાં શાલીનતા અને વ્યવહારિકતા મહત્વ રાખે છે. યુપીએના સાથી દળો આખા દેશમાં ફેલાયેલા છે. અને ક્યા રાજ્યમાં કોણ આવશે કોણ નહિ આવે એનો ફેસલો કોઈ એકલું નથી કરી શકતું. 2019માં હાલની સરકાર વિરુદ્ધ નિર્ણાયક જંગ છે. ઉપરાંત વૈચારિક લડાઈ છે અને એક વ્યક્તિ પણ મહત્વ રાખે છે. એક સરખી વિચારધારા વાળાને સાથે લઈને ચાલવાનું છે. એટલે એન્ટ્રી અને નો એન્ટ્રીનો ફેસલો કરવાનો અધિકાર એમને નથી. મહત્વનું છે કે તેજસ્વી યાદવે કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે એમની વાત થઇ ગઈ છે. અને નીતીશ કુમારને મહાગઠબંધનમાં શામેલ કરવામાં નહિ આવે.

શકીલ એહમદે કહ્યું કે રાહુલ ગાંધી સાથે અમારી વાત પણ થાય છે. જોઈ કોઇથી વાત કરવી હશે તો અમે લાલુ પ્રસાદજી સાથે કરીશું. તેઓ પરિપક્વ છે, એમને રાજનીતિક સમાજ છે. ગઠબંધનના ફાયદા અને નુકસાન તેઓ સમજે છે. લાલુ પ્રસાદજી સાથે અમારા નેતા સીધી વાત કરશે.
તેજસ્વી યાદવની પરિપકવતા પર સવાલ ઉઠાવતા એમણે કહ્યું કે સમજદારી સમય સાથે આવે છે. સમયથી પહેલા કોઈ પણ ફેસલાને સમજવાની સમજ હોવી જોઈએ. રાજનીતિમાં લાલુજી જેવી પરિપક્વતા હજુ તેજસ્વીમાં નથી. રાજનીતિમાં એમનો પરિવાર સંઘર્ષશીલ રહ્યો છે.

શકીલ એહમદે કહ્યું કે ભાજપ સાથે કુશવાહા પણ છે. દેશની રાજનીતિ પર્સનલ ચોઈસથી નહિ પરંતુ વૈચારિકતાના આધાર પર ચાલે છે. એવું ના થઇ શકે કે એકની એન્ટ્રી બેન અને બીજા માટે એન્ટ્રી હોય. જણાવી દઈએ કે તેજસ્વી યાદવે આરએલએસપીના અધ્યક્ષ અને મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાને સાથે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ કુશવાહાએ તેજસ્વીની ઓફર ઠુકરાવી દીધી હતી.
કોંગ્રેસી નેતાએ કહ્યું કે પાર્ટી પોતાના આકાર, પ્રકાર અને પોતાની હયાતીને કોઈનામાં મર્જ નહિ કરે. તેજસ્વી યાદવને આગલા મુખ્યમંત્રી બનાવવાનો ફેસલો પ્રીમેચ્યોર થીંકીંગ છે. હજુ સમય આવ્યો નથી.
