Rajkot News/ 2026માં અતિવૃષ્ટિની સંભાવના, વર્ષ સારું રહેશે, રમણીક વામજાની આગાહી

જાણીતા આગાહીકાર અને હોળીની જ્યોત જોઈ આગાહી કરનારા રમણીક વામજાનું કહેવું છે કે આ વખતે અતિવૃષ્ટિની સંભાવના વચ્ચે વર્ષ સારુ જશે અને ખેડૂતોને વાંધો નહીં આવે.

Top Stories Gujarat Rajkot Breaking News
Holi આગાહીકારની વર્ષ સારુ જવાની આગાહી

Vanthli: હોળી(Holi)ની જ્યોત પરથી આગાહી કરનારા વંથલીના જાણીતા આગાહીકાર રમણીક વામજા (Ramnik Vamja) એ અનુમાન બાંધ્યુ છે કે 2026માં અતિવૃષ્ટિની સંભાવના છે. આ ઉપરાંત વર્ષ સારામાં સારું જશે. હોળી(Holi) ની ઝાળ ઊંચે જવી બતાવે છે કે આ વર્ષે કોઈ મહાન વ્યક્તિનું અવસાન થઈ શકે છે.

હોળી(Holi)ની જ્યોત પરથી માર્ચ,એપ્રિલ,મેમાં વાવાઝોડાની આગાહી

માર્ચ, એપ્રિલ અને મેમાં વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે. વેરાવળ પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમણે આગાહી કરી છે કે દરિયા વિસ્તારોમાંમાં 55થી 65 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારાઓએ સાવચેતી રાખવી જરૂરી છે.

સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો

તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વેપારીઓ (Traders) માટે મંદી રહેશે, જ્યારે ખેડૂતો માટે સારામાં સારા વર્ષની સંભાવના છે. અખાત્રીજ(Akhatrij)ના પવને સૂચવ્યું છે કે અતિશય અને ધોમધખતી ગરમી (Heat) જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો છે. ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં નુકસાન થશે. આ ઉપરાંત ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં ભારે મંદી જોવા મળી શકે છે. આ ઉપરાંત સરહદો પર યુદ્ધના ભણકારા વાગશે. ખેડૂતો (Farmers)માટે આ વર્ષ મિશ્રિત અને ફળદાયી રહેશે.

સરહદે યુદ્ધના ડાકલા વાગશે

હાલમાં મધ્યપૂર્વમાં જે યુદ્ધ ચાલી રહ્યુ છે તે બતાવે છે કે આ વર્ષ યુદ્ધમા જ પૂરુ થાય તો આશ્ચર્ય નહીં થાય. ભારતમાં જો કે ખેડૂતોને રાહત છે, પરંતુ આ વર્ષ વેપારીઓ માટે અને ઉદ્યોગ ધંધા માટે મુશ્કેલ નીવડે તેવી પૂરેપૂરી સંભાવના છે. યુદ્ધના વાતાવરણના કારણે અનેક ધંધા ખોરવાઈ શકે છે. વેપારીઓને મોટો ફટકો પડી શકે છે. જો કે તેમણે કહ્યું છે તેમ અતિવૃષ્ટિ થાય તો ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ખેડૂતોએ તેના અંગે ચોક્કસપણે તૈયારી રાખવી પડશે.


આ પણ વાંચો:  હોળીના પાકા રંગો ચહેરા પરથી નથી નીકળતા? આ દેશી ઉબટન મિનિટોમાં કરશે કમાલ, જાણો બનાવવાની રીત

આ પણ વાંચો:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી, નાગરિકોને પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો:  ગાંધીનગરના પાલજમાં પ્રગટી ગુજરાતની સૌથી મોટી હોળી, અંબાલાલ પટેલે કરી સારા ચોમાસાની આગાહી