Traditional Beauty: હોળી રમતી વખતે આપણે રંગોમાં (Colors) એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે ત્વચાની કાળજી લેવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ હોળી રમ્યા પછી જ્યારે ચહેરા અને હાથ-પગ પરથી રંગો દૂર કરવાનો સમય આવે છે, ત્યારે તે ખરેખર એક મોટો પડકાર બની જાય છે. કેમિકલયુક્ત રંગો ત્વચામાં ઊંડે ઉતરી જાય છે અને સાબુથી વારંવાર ધોવા છતાં નીકળતા નથી. આવી સ્થિતિમાં, મોંઘા ફેસવોશને બદલે આપણું પરંપરાગત અને દેશી ‘ઉબટન’ (Ubtan) જાદુઈ અસર કરે છે.જાદુઈ ઉબટન બનાવવાની રીત ચાલો જોઈએ ……………….
બેસન અને દહીંનું મિશ્રણ:
એક વાટકીમાં 2 ચમચી બેસન, 1 ચમચી દહીં અને ચપટી હળદર લો. તેમાં થોડું નાળિયેર તેલ ઉમેરો. આ મિશ્રણને રંગવાળી જગ્યા પર લગાવી 10-15 મિનિટ રહેવા દો અને પછી હળવા હાથે મસાજ કરીને ધોઈ નાખો. બેસન ક્લીન્ઝરનું કામ કરે છે અને દહીં ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે.
મસૂરની દાળ અને દૂધ:
જો રંગો (Colors) ખૂબ જ પાકા હોય, તો રાત્રે પલાળેલી મસૂરની દાળને પીસીને તેમાં કાચું દૂધ મેળવીને ઉબટન તૈયાર કરો. આ સ્ક્રબની જેમ કામ કરશે અને ત્વચાના છિદ્રોમાં ભરાયેલા રંગોને બહાર કાઢશે.
લીંબુ અને મધનું પેક:
લીંબુમાં નેચરલ બ્લીચિંગ ગુણો હોય છે. મધ સાથે લીંબુનો રસ ભેળવીને લગાવવાથી રંગોના ડાઘા ઝડપથી હળવા થાય છે અને ત્વચામાં બળતરા થતી નથી.
રંગો ઉતારતી વખતે આ ભૂલો ન કરશો (Colors):
ગરમ પાણીનો ઉપયોગ: ભૂલથી પણ ગરમ પાણીથી રંગો સાફ ન કરો, તેનાથી રંગો ત્વચામાં વધુ પાકા થઈ જાય છે. હંમેશા ઠંડા કે સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
જોરથી ઘસવું: ત્વચાને ટુવાલ કે પથ્થરથી જોરથી ન ઘસો, તેનાથી ત્વચા પર લાલ (Colors) ચકામા કે ઈજા થઈ શકે છે.
તરત જ મેકઅપ: રંગો કાઢ્યા પછી તરત જ કોઈ હેવી મેકઅપ કે કેમિકલ ક્રીમ ન લગાવો. ત્વચાને થોડો સમય શ્વાસ લેવા દો.
કુદરતી ઉબટન માત્ર રંગો (Colors) જ નથી કાઢતા, પણ હોળીના કેમિકલ્સથી થયેલા નુકસાનને ભરપાઈ કરીને ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવે છે. આ હોળી પર કેમિકલ મુક્ત રીતે પોતાની સુંદરતા જાળવી રાખો.
આ પણ વાંચો: બજાર જેવો જ ટેસ્ટી ‘મિક્સ ફ્રૂટ જામ’ હવે ઘરે બનાવો, કેમિકલ વગર મિનિટોમાં થશે તૈયાર
આ પણ વાંચો : હોળીના રંગોમાં ભંગ ન પડે તે માટે આંખોની કાળજી રાખવી છે જરૂરી, અપનાવો આ સરળ ટિપ્સ
આ પણ વાંચો: મહિલાઓ ખાસ વાંચો : શું વાળ ખરે છે અને ચહેરો ફિક્કો પડી ગયો છે? જાણો લોહી વધારવાની રીત

