us news/ US સિટીજનશીપ મેળવવી વધુ મુશ્કેલ, ટ્રમ્પ વહીવટીતંત્ર સિટીજનશીપની પરીક્ષામાં થશે સુધારા !

પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું કે સુધારેલી પરીક્ષા ખાતરી કરશે કે નવા નાગરિકો અમેરિકાની મહાનતામાં યોગદાન આપી શકે અને દેશના ઇતિહાસ

international World Trending

US News: ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકન સિટીજનશીપ મેળવવા માટેની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે અરજદારો માટે સિટીજનશીપ પરીક્ષા પહેલાં કરતાં વધુ કઠિન બનશે.

સુધારા શું છે?

તારીખ: 20 ઑક્ટોબર અથવા તે પછી અરજી કરનારાઓ માટે નવી પરીક્ષા લાગુ.

પ્રશ્નો: પહેલા 10 પ્રશ્નોમાંથી 6 સાચા આપવાના હતા, હવે 20માંથી 12 સાચા જવાબ આપવા પડશે.

મુશ્કેલી સ્તર: સરળ પ્રશ્નોની સંખ્યા ઘટાડાઈ છે.મુશ્કેલ પ્રશ્નો જોવા મળશે.

તકો: અરજદારોને પરીક્ષા પાસ કરવા બે અવસર આપવામાં આવશે.

સરકારનું નિવેદન

CIS (Citizenship and Immigration Services)ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું કે સુધારેલી પરીક્ષા ખાતરી કરશે કે નવા નાગરિકો અમેરિકાની મહાનતામાં યોગદાન આપી શકે અને દેશના ઇતિહાસ તથા શાસન પ્રણાલીની સારી સમજ ધરાવે.

અરજદારો પર અસર

નવો નિયમ ખાસ કરીને તેઓ માટે પડકારરૂપ બનશે જેઓ અંગ્રેજીમાં નબળા છે અથવા અમેરિકન ઇતિહાસ-રાજનીતિ વિષે પૂરતું જ્ઞાન ધરાવતા નથી. નિષ્ણાતો માનતા છે કે આ પગલાંથી સિટીજનશીપ મેળવવાની પ્રક્રિયા વધુ લાંબી અને કઠિન બનશે. કેટલાક વિશ્લેષકોના મતે આ પગલું પ્રવાસીઓને નિરોત્સાહિત કરવા માટેની નીતિનો એક ભાગ છે. બીજી તરફ સમર્થકોનું કહેવું છે કે નવા નાગરિકોને દેશના મૂલ્યો વિશે વધારે સમજ હોવી જરૂરી છે.

US નાગરિકતા મેળવવાની ઇચ્છા ધરાવતા હજારો અરજદારો માટે નવી પરીક્ષા મોટો પડકાર સાબિત થઈ શકે છે. આ ફેરફાર અમેરિકામાં ઇમિગ્રેશન અને નાગરિકતા નીતિઓને લઈને ચાલી રહેલા રાજકીય વાદવિવાદને વધુ તીવ્ર બનાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીન-રશિયાની જાપાન સમુદ્રમાં ગુપ્ત લશ્કરી કવાયત, પુતિન-શીની યોજના, US સબમરીનનો જવાબ!

આ પણ વાંચો: અમેરિકાની ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી,જો તમે તમારો અભ્યાસ છોડી દો છો, તો તમારા વિઝા રદ કરવામાં આવશે

આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી