Tech News/ ક્યારેક મહેંદીના કોન વેચનારા ગુજરાતી કુણાલ શાહ બન્યા WhatsAppના નવા CEO, જાણો તેમની સફર

મેટા કંપનીએ ફિનટેક કંપની ક્રેડ (CRED) ના ફાઉન્ડર અને ભારતીય ઉદ્યોગસાહસિક કુણાલ શાહને વૉટ્સએપ (WhatsApp New CEO) ના નવા ગ્લોબલ હેડ બનાવ્યા છે. વાંચો મહેંદીના કોન વેચવાથી લઈને વૉટ્સએપના બોસ બનવા સુધીની તેમની પ્રેરણાદાયી કહાની.

Trending Tech & Auto
WhatsApp New CEO

WhatsApp CEO Kunal Shah Success Story: વૈશ્વિક સ્તરે ડંકો વગાડતા ભારતીય સીઈઓની(WhatsApp New CEO)  યાદીમાં વધુ એક ગૌરવશાળી નામ ઉમેરાઈ ગયું છે. મેટા (Meta) કંપનીએ પ્રખ્યાત ફિનટેક સ્ટાર્ટઅપ ‘ક્રેડ’ (CRED) અને ‘ફ્રીચાર્જ’ (FreeCharge) ના ફાઉન્ડર કુણાલ શાહને વૉટ્સએપના ગ્લોબલ હેડ (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. 30 મે 1979ના રોજ અમદાવાદમાં જન્મેલા અને મુંબઈમાં મોટા થયેલા કુણાલ શાહ પાસે ન તો કોઈ આઈઆઈટી (IIT) કે આઈઆઈએમ (IIM) ની ડિગ્રી છે, છતાં તેઓ આજે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ એપના બોસ બનવા જઈ રહ્યા છે.

WhatsApp New CEO

16 વર્ષની ઉંમરે કરી ડિલિવરી બોયની નોકરી

એક સામાન્ય પરિવારમાંથી આવતા કુણાલ શાહના (WhatsApp New CEO) પિતા દવાની દુકાન ચલાવતા હતા. પરિવાર આર્થિક સંકટ અને દેવાળા જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેઓ નાની ઉંમરે જ પૈસાનું મહત્વ સમજી ગયા હતા. મુંબઈની વિલ્સન કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન(WhatsApp New CEO) કર્યા બાદ તેમણે એમબીએ (MBA) નો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. પરિવારને મદદ કરવા માટે તેમણે 16 વર્ષની ઉંમરે ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડિલિવરી બોય તરીકે કામ કર્યું. એટલું જ નહીં, તેમણે મહેંદીના કોન વેચ્યા, પાયરેટેડ સીડી વેચી, ટ્યુશન ક્લાસ ચલાવ્યા અને સાયબર કેફે પણ ખોલ્યું હતું. પિતાની દુકાને બેંકમાં કેશ જમા કરાવવાના બદલામાં તેમને 5 રૂપિયા મળતા, જ્યાંથી તેઓ બિઝનેસના પાઠ શીખ્યા.

ફ્રીચાર્જથી લઈને ક્રેડના સામ્રાજ્ય સુધીની સફર(WhatsApp New CEO)

વર્ષ 2009માં તેમણે ‘પૈસાબેક’ અને બાદમાં મોબાઈલ રિચાર્જ પર કૂપન્સ આપતી એપ ‘ફ્રીચાર્જ’ લોન્ચ કરી, જેને 2015માં સ્નેપડીલે 2800 કરોડ રૂપિયા ($400 Million) માં ખરીદી હતી. ત્યારબાદ 2018માં તેમણે સમયસર ક્રેડિટ કાર્ડ બિલ ભરનારાઓ માટે ‘CRED‘ શરૂ કર્યું. આજે ક્રેડના 1.7 કરોડ સભ્યો છે અને તેની વાર્ષિક આવક 3200 કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં જ મેટાએ ક્રેડમાં 900 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જેનાથી કંપનીનું મૂલ્યાંકન 4.5 અબજ ડોલર (આશરે ₹43,000 કરોડ) પર પહોંચી ગયું છે. કુણાલ શાહ(WhatsApp New CEO) એક મોટા એન્જલ ઇન્વેસ્ટર પણ છે જેમણે રેઝરપે અને અનએકેડમી જેવી 50થી વધુ કંપનીઓમાં રોકાણ કર્યું છે અને તેમની કુલ સંપત્તિ આશરે 15,000 કરોડ રૂપિયા છે.


આ પણ વાંચો:વોટ્સએપમાં મોટો ફેરફાર? વિલ કેથકાર્ટ પદ છોડશે, કુણાલ શાહ નવા હેડ બનવાની ચર્ચા

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ

આ પણ વાંચો:મોબાઈલ રિચાર્જ માટે હવે અલગ એપની જરૂર નથી, વોટ્સએપે લોન્ચ કર્યું નવું રિચાર્જ ફીચર