નવી દિલ્હી,
ભ્રષ્ટાચારનો આરોપોનો સામનો કરી રહેલી જાસૂસ એજન્સી CBIના ટોચના અધિકારી આલોક વર્માને એક ફિલ્મી નાટકીય અંદાજમાં વધુ એકવાર પોતાના પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજાયેલી ઉચ્ચકક્ષાની પસંદગી સમિતની બેઠકમાં વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવા નિર્ણય કરાયો હતો.
Selection Panel to meet on January 24 to decide on new CBI director pic.twitter.com/n2ix7zSb0H
— ANI (@ANI) January 16, 2019
આલોક વર્માને હટાવ્યા બાદ CBIના વચગાળાના ડાયરેક્ટર તરીકે એમ નાગેશ્વર રાવની વરણી કરાઈ હતી, ત્યારબાદ હવે આગામી ૨૪ જાન્યુઆરીના રોજ CBIના નવા ડાયરેક્ટરની વરણી કરવામાં આવશે.
આ માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠક મળશે જેમાં નવા ડાયરેક્ટરની નિમણૂંક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાઈ લેવલ સિલેક્ટ કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એક સિકરી શામેલ છે.
