દિલ્લી,
છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં બેન્કોના ATM મશીનમાં કેશ રૂપિયાની અછત જોવા રહી છે ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું, “તેઓએ દેશની બેન્કિંગ સિસ્ટમને સમાપ્ત કરી દીધી છે. પીએમએ અમારા પોકેટમાં ૫૦૦, ૧૦૦૦ રૂપિયાની નોટ કાઢીને નીરવ મોદીના પોકેટમાં રાખી દીધી છે.આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ અધ્યક્ષે બેન્કિંગ સિસ્ટમ ઉપરાંત રાફેલ વિમાનના સોદાને લઇ પણ હુમલો બોલ્યો હતો”.
#Congress president #RahulGandhi believes that the recent #cashcrunch is a result of the government's weak banking system. #CashlessATMs
Read @ANI story | https://t.co/qhbXH41fKq pic.twitter.com/EvfdhY8KP3
— ANI Digital (@ani_digital) April 17, 2018
તેઓએ વધુમાં જણાવ્યું, “આ બંને મામલાઓ અંગે મને ૧૫ મિનિટ બોલવા માટે એક મૌકો આપવામાં આવે તો પીએમ મોદી સંસદમાં ઉભા નહિ રહી શકે”.
આજ કાલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી અને અમેઠીની મુલાકાતે છે ત્યારે તેઓએ જણાવ્યું કે, મોદી સરકારે દેશની બેન્કિંગ સિસ્ટમને સમાપ્ત કરી દીધી છે.
કૌભાંડી નીરવ મોદી અંગે જણાવતા તેઓએ કહ્યું, ” નીરવ મોદી ૩૦૦૦૦ કરોડ રૂપિયા લઈને ભાગી ગયા પરંતુ પીએમ એક શબ્દ પણ બોલ્યા ન હતા. અમને લાઈનોમાં ઉભા રહેવા માટે મજબુર કર્યા છે”.
મહત્વનું છે કે, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તેલંગાના સહિતના રાજ્યોમાં કેશ કરન્સીની ઉણપ જોવા મળી રહી છે. બેન્કોના એટીએમ મશીનો ખાલી બંધ પડ્યા છે અને લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly.
— Arun Jaitley (@arunjaitley) April 17, 2018
જો કે આ વચ્ચે નાણા મંત્રી અરુણ જેટલીનું એક નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં જરૂરિયાતથી વધુ કેસ કરન્સી સર્ક્યુલેશનમાં છે પરંતુ કેટલાક વિસ્તારોમાં નોટોની માંગ વધી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે.
We've cash currency of Rs1,25,000 cr right now. There is one problem that some states have less currency&others have more.Govt has formed state-wise committee & RBI also formed committee to transfer currency from one state to other. It'll be done in 3 days: SP Shukla, Mos Finance pic.twitter.com/Xm4b4NhMqu
— ANI (@ANI) April 17, 2018
કેન્દ્રીય વિત્ત રાજ્યમંત્રી શિવ પ્રસાદ શુક્લાએ જણાવ્યું છે કે, ત્યારે અમારી પાસે ૧ લાખ ૨૫ હજાર કરોડ રૂપિયાની કેશ કરન્સી છે. એક સમસ્યા છે કે અમુક રાજ્યો પાસે ઓછી કરન્સી છે જયારે અન્ય રાજ્યો પાસે વધારે. સરકારે રાજ્ય સ્તર પર સમિતિની રચના કરી છે. ત્યાં જ, આરબીઆઈ એ પણ નોટોને એક રાજ્યથી બીજા રાજ્ય મોકલવાની કમિટીની રચના કરી છે.”
આ ઉપરાંત વિત્તમંત્રીએ ભરોસો અપાવ્યો છે કે જે રાજ્યોમાં નોટોની અછત છે ત્યાં ત્રણ દિવસોમાં નોટોની નવી ખેપ પહોંચાડી દેવામાં આવશે.
