Breaking News/ વડોદરાના દંતેશ્વર તળાવમાં કૂદી સલૂન સંચાલક હિતેશ ભાટિયાએ જીવન ટૂંકાવ્યું, ફાયરબ્રિગેડે બહાર કાઢ્યો મૃતદેહ

વડોદરાના દંતેશ્વર તળાવમાં સલૂન સંચાલક હિતેશ ભાટિયાએ કૂદી જીવન ટૂંકાવ્યું (Danteshwar Lake Suicide). ફાયરબ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસ તપાસ શરૂ.

Top Stories Gujarat Vadodara Breaking News
અમરેલીમાં Jamkudi Riverમાં જોખમી કાર્યક્રમ, બાળકોને પાણીમાં ઉભા રાખતા વિવાદ

Breaking News: વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દંતેશ્વર તળાવમાં કૂદીને એક સલૂન સંચાલકે જીવન ટૂંકાવ્યું (Danteshwar Lake Suicide) હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, દંતેશ્વર તળાવમાં એક વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. ત્યારબાદ આસપાસના લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો.

મૃતકની ઓળખ 55 વર્ષીય હિતેશ ભાટિયા તરીકે થઈ છે. હિતેશ ભાટિયા વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે આવેલા ‘વિરાજ સલૂન’ના સંચાલક હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પોલીસે કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.

તળાવ કિનારે વાન અને ચંપલ મળી આવ્યા

પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને તળાવ નજીકથી એક વાન અને ચંપલ મળી આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ ભાટિયા પોતાની વાન લઈને દંતેશ્વર તળાવ પાસે આવ્યા હતા અને ત્યારબાદ તેમણે તળાવમાં ઝંપલાવ્યું હતું.

Danteshwar Lake Suicideનું કારણ હજુ રહસ્યમય

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો દંતેશ્વર તળાવ પાસે એકત્રિત થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આત્મહત્યા (Danteshwar Lake Suicide)નું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પરિવારજનોના નિવેદન બાદ આગળની કાર્યવાહી

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ગોહિલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોના નિવેદન લેવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:વડોદરામાં યુવકે છાતીમાં ગોળી મારી આપઘાતનો કર્યો પ્રયાસ: મંજુસર નજીક કેનાલ પાસે લોહીલુહાણ હાલતમાં મળ્યો, હાલત ગંભીર

આ પણ વાંચો:વડોદરામાં પત્ની પર કટરથી હુમલો કરી પતિનો આપઘાત

આ પણ વાંચો:વડોદરામાં દોસ્તીના વિરહનો કરૂણ અંત, મિત્રના મોતના આઘાતમાં બે યુવકોએ 24 કલાકમાં આપઘાત કર્યો