Jamnagar News/ જામનગરમાં ગંદકી ફેલાવનાર વેપારીઓ સામે તવાઈ, 378 દુકાનદારો પાસેથી ₹2.28 લાખનો દંડ વસૂલ

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગંદકી ફેલાવતા 378 વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. વેપારીઓ પાસેથી ₹2.28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો.

Top Stories Gujarat Others Breaking News
Jamnagar Municipal Corporation: દુકાન બહાર કચરો ફેંકવો પડ્યો ભારે, 378 વેપારીઓ સામે કાર્યવાહી

Jamnagar News: જામનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ અને દુકાનદારો સામે કાર્યવાહી કરીને કુલ 378 વેપારીઓ પાસેથી ₹2.28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કોમર્શિયલ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો અને જાહેર સ્થળોએ કચરો ફેલાવવાની પ્રવૃત્તિઓ અટકાવવાનો છે.

2100 કોમર્શિયલ એકમોને આપવામાં આવી હતી નોટિસ

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા અગાઉ શહેરના આશરે 2100 કોમર્શિયલ એકમો અને દુકાનદારોને ન્યૂસન્સ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ દ્વારા વેપારીઓને પોતાની દુકાન અને ધંધાના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી.મનપાએ વેપારીઓને કચરાનો યોગ્ય નિકાલ કરવા અને જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા અપીલ કરી હતી.

Jamnagar Municipal Corporation: નોટિસ બાદ પણ ગંદકી ચાલુ રહેતા કાર્યવાહી

મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)ની સૂચના છતાં કેટલાક વેપારીઓ દ્વારા નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. આવી પ્રવૃત્તિઓમાં દુકાન બહાર કચરો ફેંકવો,ડસ્ટબિનનો ઉપયોગ ન કરવો અને રાત્રે દુકાન બંધ કર્યા બાદ જાહેર સ્થળે કચરો નાખવો જેવી બાબતો સામે આવી હતી. મનપાની ટીમે આ પ્રકારની ગતિવિધિઓના ફોટોગ્રાફિક પુરાવા એકત્ર કર્યા હતા અને ત્યારબાદ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કમિશનરના માર્ગદર્શન હેઠળ મોટી કાર્યવાહી

મહાનગરપાલિકા કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કુલ 378 વેપારીઓ અને દુકાનદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.આ તમામ પાસેથી કુલ ₹2.28 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

વેપારીઓને મનપાની અપીલ

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)એ તમામ વેપારીઓને અપીલ કરી છે કે તેઓ પોતાની દુકાન અને ધંધાના સ્થળની આસપાસ સ્વચ્છતા જાળવે. મનપાએ સૂચના આપી છે કે,કચરો હંમેશા ડસ્ટબિનમાં જ રાખવો. જાહેર સ્થળોએ કચરો ન ફેંકવો. કચરાનો નિકાલ મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન વાહનમાં જ કરવો. મનપાનું કહેવું છે કે શહેરની સ્વચ્છતા સાથે જનઆરોગ્ય પણ સીધું જોડાયેલું છે, જેથી દરેક નાગરિક અને વેપારીએ જવાબદારીપૂર્વક સહકાર આપવો જરૂરી છે.


આ પણ વાંચો:PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સામે કચરાનો પહાડ! સુરતમાં બાયોડાયવર્સિટી પાર્ક સામે ગંદકીનું સામ્રાજ્ય

આ પણ વાંચો:વડોદરાના સરકારી આવાસોની દયનીય હાલત: તિરાડો, ગંદકી અને જોખમ વચ્ચે જીવતા 200 પરિવારો

આ પણ વાંચો:જામનગરની ગુરુ ગોબિંદ સિંઘ હોસ્પિટલમાં ગંદકીનો અંબાર, સફાઈ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો