Business News: દેશમાં એક તરફ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ના સતત ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે બીજી તરફ દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય પરિણામો મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ માર્ચ ક્વાર્ટર 2026 દરમિયાન જબરદસ્ત નફો નોંધાવ્યો છે.
ત્રણ મોટી ઓઇલ કંપનીઓને ₹26 હજાર કરોડથી વધુનો નફો
આંકડાઓ મુજબ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને માર્ચ ક્વાર્ટર 2026માં આશરે ₹14,667 કરોડનો નફો થયો છે. ભારત પેટ્રોલિયમનો નફો ₹6,442 કરોડ રહ્યો છે, જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમનો નફો ₹4,902 કરોડ સુધી પહોંચી ગયો છે.આ રીતે ત્રણેય સરકારી ઓઇલ કંપનીઓનો કુલ નફો ₹26 હજાર કરોડથી વધુ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
કંપનીઓનો દાવો: હજુ પણ પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)માં ખોટ
ઓઇલ કંપનીઓનું કહેવું છે કે ભાવમાં વધારો કર્યા પછી પણ તેમને પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ના વેચાણમાં નુકસાન થઈ રહ્યું છે. કંપનીઓના અધિકારીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ પર પ્રતિ લિટર ₹10થી ₹14 અને ડીઝલ પર પ્રતિ લિટર ₹25થી ₹30 સુધીની ખોટ થઈ રહી છે.તેમ છતાં કંપનીઓના નાણાકીય પરિણામોમાં મોટો નફો નોંધાતા સામાન્ય લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.
સામાન્ય માણસનું બજેટ ખોરવાયું
પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ના ભાવ વધતા પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે રોજિંદી વપરાશની વસ્તુઓ પણ મોંઘી બની રહી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું બજેટ સંભાળવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.વિશ્લેષકોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીઓએ પોતાનો નફો મજબૂત રીતે જાળવી રાખ્યો છે.
સરકારને પણ મળશે મોટો ડિવિડન્ડ
રસપ્રદ વાત એ છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સરકારને ₹909 કરોડ જેટલો ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત પણ કરી છે. કંપનીએ પ્રતિ શેર ₹1.25 ડિવિડન્ડ જાહેર કર્યો છે. સામાન્ય લોકોમાં હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે કંપનીઓને આટલો મોટો નફો થઈ રહ્યો છે, ત્યારે પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price)ના ભાવમાં રાહત કેમ આપવામાં આવતી નથી? હાલ દેશભરમાં મોંઘવારી વચ્ચે ઇંધણના ભાવો સામાન્ય જનતા માટે સૌથી મોટો મુદ્દો બની રહ્યા છે.
આ પણ વાંચો:હવે સુપ્રીમ કોર્ટમાં પણ ‘વર્ક ફ્રોમ હોમ’! પેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે CJI નો મોટો આદેશ
આ પણ વાંચો:પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી પણ વધારો થવાની દહેશત, રાંધણ ગેસના બાટલાની તૈયારી
