Junagadh News/ જૂનાગઢ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચા

જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ (BJP Groupism)ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે

Gujarat Others
જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ (BJP Groupism)ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે

Junagadh News : જૂનાગઢ શહેર ભાજપમાં આંતરિક જૂથવાદ (BJP Groupism)ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડીયા દ્વારા આયોજિત ‘લોક સંવાદ’ કાર્યક્રમમાં સંગઠનના અનેક અગ્રણીઓ અને મનપાના પદાધિકારીઓ ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે.

ભાજપમાં આંતરિક જૂથવાદ (BJP Groupism)ફરી એકવાર ચર્ચાનો વિષય

શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ કાર્યક્રમ દરમિયાન બિસ્માર રસ્તાઓ, ગટર સમસ્યા, પીવાના પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. નાગરિકોના પ્રશ્નોને લઈને ભાજપ શાસિત મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા હતા.

કાર્યક્રમમાં સામાન્ય નાગરિકોની સારી હાજરી જોવા મળી હતી, પરંતુ ભાજપ સંગઠનના મહત્વના ચહેરાઓ અને મનપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન દેખાતા અંદરખાને અસંતોષ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, લોકસભા અને સ્થાનિક રાજકારણને ધ્યાનમાં રાખીને જૂથવાદ ફરી સપાટી પર આવી રહ્યો હોવાના સંકેતો મળી રહ્યા છે.

વિપક્ષે પણ આ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. શહેરના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ કરીને વિરોધ પક્ષે શાસકો પર નિશાન સાધ્યું છે. જોકે ભાજપના નેતાઓએ આંતરિક મતભેદોની વાતોને ફગાવી દીધી છે અને કાર્યક્રમને માત્ર જનસંવાદનો ભાગ ગણાવ્યો છે.


આ પણ વાંચો : ભાજપમાં રાજકીય હુંસાતુંસીએ વેગ પકડ્યો, તાપીમાં ભાજપમાં આંતરિક જૂથવાદ

આ પણ વાંચો : તાપી જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ આવ્યો, યુવા મોરચા પ્રમુખ સામે આક્ષેપ

આ પણ વાંચો : રાજકોટ મનપામાં આંતરિક ઝઘડો, વિપક્ષી નેતા સાગઠિયાએ ગંભીર આરોપો લગાવ્યા, ભાજપે પ્રતિક્રિયા આપી