Junagadh News : મેંદરડા તાલુકામાં વિકાસ કામોના બિલો અટવાઈ જતા 42 ગામોના સરપંચો છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. જેને લઈને કોંગ્રેસના પ્રદેશ નેતા કરસનબાપુ ભાદરકા પણ સરપંચોના સમર્થન (Supports Sarpanch)માં આગળ આવ્યા છે. બીજીતરફ તાલુકા પંચાયત કચેરી સામે સરપંચોએ વિરોધ પ્રદર્શન કરી વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચથી છ મહિનાથી વિકાસના કામો અટકેલા છે અને બાકી બિલોની ચુકવણી પણ કરવામાં આવી નથી.
“આવતીકાલ સુધી ઉકેલ નહીં આવે તો તાળાબંધી”
આંદોલનકારી સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદનને તાળાબંધી કરવામાં આવશે. સરપંચોનું કહેવું છે કે વિકાસ કામો માટે વેપારીઓ પાસેથી સામાન લેવામાં આવ્યો હતો પરંતુ બિલો પાસ ન થતા ચુકવણીઓ અટવાઈ ગઈ છે. જેના કારણે હવે વેપારીઓ પણ માલ આપવા તૈયાર નથી.
મીઠાપુરના સરપંચે આપ્યું રાજીનામું
આંદોલન વચ્ચે મીઠાપુર ગામ ના સરપંચ બાલુભાઈ ત્રાડાએ પોતાના પદેથી રાજીનામું આપી દેતાં મામલો વધુ ગરમાયો છે. તેમણે જણાવ્યું કે ગામના રસ્તા, પાણી નિકાલ અને પુલ જેવા પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી થઈ નથી. તાલુકા પંચાયત કચેરીમાં ફાઈલો આગળ વધતી ન હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા.
કરસનબાપુ ભાદરકા સરપંચોના સમર્થન (Supports Sarpanch)માં
કોંગ્રેસના પ્રદેશ નેતા કરસનબાપુ (Karsanbapu) ભાદરકા પણ આંદોલન સ્થળે પહોંચ્યા હતા. તેમણે સરકાર અને વહીવટી તંત્ર પર નિષ્ફળતાના આક્ષેપો કરતા જણાવ્યું કે જો આગામી 24 કલાકમાં સરપંચોના બિલ પાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે વધુ ગામોના સરપંચો પણ આ લડતમાં જોડાશે તેવી ચેતવણી આપી.
તંત્રનું શું કહેવું છે?
જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ દિલીપ પાનેરાએ જણાવ્યું કે તાજેતરની ચૂંટણી આચારસંહિતાને કારણે વિકાસ કામોમાં વિલંબ થયો હતો. હાલ નવા તાલુકા વિકાસ અધિકારી અને એસઓની નિમણૂક બાદ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી રહી છે. અગાઉના કેટલાક વિકાસ કામોમાં ક્ષતિઓ સામે આવતા તપાસ સમિતિ રચાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું.
હવે શું થશે?
હાલ મેંદરડામાં સરપંચો અને વહીવટી તંત્ર આમને સામને આવી ગયા છે. એક તરફ સરપંચો તાળાબંધી અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે
